ગુજરાત

gujarat

ETV Bharat / city

Order of Gujarat High Court : ગેરકાયદે રેતખનનના કેસમાં જપ્ત ટ્રેક્ટર છોડવા હાઈકોર્ટનો આદેશ, શું થઇ દલીલ જાણો

ગેરકાયદે રેતખનન કેસમાં જપ્ત ટ્રેક્ટરને છોડાવવાની અરજીમાં હાઈકોર્ટના સિંગલ જજે (Order of Gujarat High Court )આદેશ કર્યો છે કે મામલતદાર આ જપ્ત કરેલા વાહનને (High court orders release of tractor seized in illegal sand mining case ) છોડે. શું છે મામલો જાણવા ક્લિક કરો.

Order of Gujarat High Court : ગેરકાયદે રેતખનનના કેસમાં જપ્ત ટ્રેક્ટર છોડવા હાઈકોર્ટનો આદેશ, શું થઇ દલીલ જાણો
Order of Gujarat High Court : ગેરકાયદે રેતખનનના કેસમાં જપ્ત ટ્રેક્ટર છોડવા હાઈકોર્ટનો આદેશ, શું થઇ દલીલ જાણો

By

Published : Mar 8, 2022, 7:08 PM IST

અમદાવાદ : હાઈકોર્ટમાં (Order of Gujarat High Court )અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદાર પર આરોપ છે કે તેણે માન્ય રોયલ્ટીના પાસ વગર 70 મેટ્રિક ટન રેતીનુ ખનન ગેરકાયદેે ધોરણે કરેલું છે. આ મુદ્દે મામલતદારે તેને શો-કોઝ નોટિસ આપેલી છે અને રૂ. 2.37 લાખનો દંડ પણ ફટકારેલો છે. આ ઉપરાંત, પર્યાવરણ વળતર (Environmental compensation)માટે રૂ. 5.023નો દંડ કરેલો છે. તો બીજી તરફ પોલીસ ઈન્સ્પેક્ટરે તેના ટ્રેક્ટરને જપ્ત કર્યું છે.

આ પણ વાંચોઃ Income Tax Department: આતંકી હુમલામાં મોતના કેસમાં વળતર પર ટેકસ વસૂલી મુદ્દે હાઈકોર્ટે કર્યો વેધક સવાલ

હાઈકોર્ટે કર્યું અવલોકન

હાઈકોર્ટનું આ સમગ્ર મામલે અવલોકન છે કે વાહન (High court orders release of tractor seized in illegal sand mining case ) જપ્ત કરનારે સૌ પ્રથમ તો નિર્ધારિત સમયમાં સંબંધિત સેશન્સ કોર્ટ સમક્ષ જપ્ત કરેલી મિલકતને નિર્ધારિત સમયમાં રજૂ કરવી ફરજિયાત છે. આ સંજોગોમાં બેંક ગેરંટીનો આગ્રહ રાખ્યા વગર મિલકત જેની પાસેથી જપ્ત કરાયેલી છે તેને પરત આપવી પડે. જો આ પ્રક્રિયા હાથ ધરવામાં આવે નહીં તો જપ્તીનો હેતુ અને બેંક ગેરન્ટીનો કોઈ હેતુ સરતો નથી.

આવ્યો આદેશ

આ સમગ્ર મામલે લઇને ગુજરાત હાઇકોર્ટે (Order of Gujarat High Court ) કહ્યું કે મામલતદાર દ્વારા આ જપ્ત થયેલા વાહનને છોડી આપવામાં આવે.
આ પણ વાંચોઃ Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

ABOUT THE AUTHOR

...view details