અમદાવાદ રાજયમાં રોડ ઉપર રખડતી ગાયોના મુદ્દે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ઘાસચારો વેચનારા લોકો સામે કેસ કરવા માટે તાકીદ કરી હતી. આ ઉપરાંત રખડતી ગાયોને પકકડવામાં મદદ કરવાની પણ જવાબદારી સોંપી છે. જ્યારે એસીપીને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ કાર્યવાહી કરાવવા સૂચના આપી છે.
ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો જો કોઈ પીઆઈ ગાયો પકડવાની કામગીરીમાં જરા પણ નિષ્કાળજી રાખશે તો તેની સામે ગંભીર પ્રકારના શિક્ષણાત્મક પગલાં લેવાશે. કરેલા આદેશમાં જણાવાયા મુજબ જાહેરમાં ઘાસચારાનું વેચાણ કરતા લોકો સામે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઝુંબેશ ચાલુ થશે. જેમાં જાહેરમાં ઘાસચારો વેચનાર સામે જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવા સૂચના આપી છે. જ્યારે ડીસીપીને સુપરવિઝન કરવા આદેશ કરાયો છે.
આ પણ વાંચો રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે રાજ્ય સરકારને આપ્યો આદેશ, યુદ્ધના ધોરણે પગલા લેવા જણાવ્યું