ગુજરાત

gujarat

ETV Bharat / city

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ

આજે સવારે હોસ્પિટલમાં આગ લાગવાથી આઠ જેટલા દર્દી આઈસીયુમાં મૃત્યુ પામ્યા છે. તે અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિતના નેતાઓએ હાર્દિક સંવેદના વ્યક્ત કરી છે. તદુપરાંત વડાપ્રધાનના પીએમ કેર ફંડ અને મુખ્યપ્રધાનના આકસ્મિક રાહતનિધિમાંથી મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત પણ કરી છે પરંતુ આવા સમયમાં વિપક્ષ રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે છે અને આવા અત્યંત સંવેદનશીલ પ્રસંગે શહેરીજનોના મૃત્યુ પર રાજકારણ કરવું અયોગ્ય છે, આ બાબતે મેયર બીજલ પટેલ જણાવે છે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ
શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ

By

Published : Aug 6, 2020, 8:05 PM IST

અમદાવાદઃ મેયર બીજલ પટેલે વધુમાં જણાવ્યું કે, અમદાવાદ શહેરમાં આવેલી અન્ય કોવિડ હોસ્પિટલોના પુનઃવસન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉચ્ચ અધિકારીઓની એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. જેમાં ડૉ. મનીષકુમાર આઈએએસ, ચીફ ફાયર ઓફિસર એમએસ દસ્તૂર અને બીજા તજજ્ઞો સામેલ છે. આ સમિતિ આજે અને કાલે કોઈ હોસ્પિટલની મુલાકાત લઇ વિવિધ પાસાઓની અમલવારીની ચકાસણી કરશે.

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડની દુઃખદ ઘટનામાં પણ વિપક્ષ રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરે છે: મેયર બીજલ પટેલ
વિપક્ષ અંગે વાત કરતાં મેયર બીજલ પટેલ જણાવે છે કે, વિપક્ષ દ્વારા થતા આક્ષેપોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો જણાવે છે કે, ઘટનામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા ભ્રષ્ટાચાર થયો નથી અને આવું માલૂમ પડશે તો સંબંધિત કસૂરવાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને વિપક્ષના આ વલણને સત્તાધારી પક્ષ કડક શબ્દોમાં વખોડી છે. આવા સમયે સંબંધિત આક્ષેપો કરવાની જગ્યાએ વિપક્ષે પોતાના ભૂતકાળનું આત્મચિંતન કરવાની જરૂર છે.

ABOUT THE AUTHOR

...view details