- અમદાવાદ શહેરમાં નોનવેજ અને ઈંડાની લારી હટાવવાનો મામલો
- લારી- ગલ્લા અને પાથરણા સંઘે નોંધાવ્યો વિરોધ
- મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળો નજીક ઈંડા અને નોનવેજના વેચાણ પર પ્રતિબંધ
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ઈંડા અને નોનવેજની લારીઓના (non veg cart) દબાણને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગુજરાતના સ્માર્ટ સિટી અમદાવાદ (Ahmedabad)માં પણ જાહેરમાં ચાલતી ઈંડા અને નોનવેજની લારીઓ તાત્કાલિક રૂપે દૂર કરવા ખુદ મનપાના રેવન્યુ કમિટી ચેરમેન CA જૈનિક વકીલએ મનપા કમિશ્નરને પત્ર લખ્યો હતો. જે બાદ અમદાવાદ (AMC design) શહેરમાં પણ ઈંડા નોનવેજની લારીઓ (non veg cart) રસ્તા પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ આ પણ વાંચો: 'રામ સેતુ' ફિલ્મના શુટિંગ માટે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડિઝ દમણ પહોચ્યાં
5 મહાનગરોમાં ઈંડા અને નોનવેજની લારીઓ રસ્તા પરથી હટાવવાનો નિર્ણય
હવે જાહેર રોડ ઉપર લારી- ગલ્લાઓ દૂર કરવામાં આવશે તેની સાથે જ મુખ્ય માર્ગો અને ધાર્મિક સ્થળો નજીક ઈંડા અને નોનવેજના વેચાણ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. હાલ રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને હવે અમદાવાદમાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ રસ્તા પરથી હટાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હારીજમાં તાલિબાની સજાની ઘટનામાં 35 વિરુદ્ધ દાખલ કરાઇ ફરિયાદ, સગીરાને સરકાર તરફથી મળશે 4થી 7 લાખની સહાય
સંવિધાનિક રીતે હાઇકોર્ટેમાં જઈ વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી આપી
લારી- ગલ્લા પાથરણા સંઘ ગુજરાતના અધ્યક્ષ રાકેશ મહેરિયાએ અમદાવાદના (Ahmedabad)માં ઉસમાનપુરા ગાર્ડનમાં વિરોધ નોંધાવ્યો હતો. નોનવેજ અને ઈંડાઓ(non veg BAN)બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. અમદાવાદ શહેરમાં હળવા નાસ્તાની લારીઓ પણ હાલ હટાવવામાં આવી રહી છે. જેની સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. લારી- ગલ્લાને ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે તો તમામ સમસ્યા હલ થઈ જશે. આજે સરકાર તાનાશહી રીતે લોકોને હટાવી રહી છે. આવતીકાલે સંવિધાનિક રીતે હાઇકોર્ટેમાં જઈ વિરોધ નોંધાવવામાં આવશે તેવી ચીમકી આપી છે.