અમદાવાદઅમદાવાદ શહેર સ્માર્ટ સિટી તરીકેની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે હાલના સમયમાં સ્માર્ટ સિટી નહીં પરંતુ એક સમસ્યાનો શહેર બની ગયું (Ahmedabad smart city become problem city) હોય તેવું સામે આવી રહ્યું છે અમદાવાદ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ માટે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને અરજીઓ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેમાં માત્ર ઓનલાઇન જ 33249 ફરિયાદોની સામે 18308 ફરિયાદોનો નિકાલ કર્યા વિના બંધ કરી દેતા કોર્પોરેશન વિપક્ષ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.
એન્જીયરીંગ વિભાગની 16106 ફરિયાદઅમદાવાદ કોર્પોરેશનમાં ઓનલાઈન અરજી ( Ahmedabad Corporation Online Application) કરવા માટે 15503 ઉપર શહેરની જનતાએ માત્ર 15 દિવસમાં જ 33249 જેટલી ફરિયાદો સામે આવી હતી જેમાંથી 16106 જેટલી ફરિયાદ માત્ર એન્જીનીયરીંગ વિભાગની ફરિયાદો સામે આવી હતી. આ આંકડો માત્ર ઓનલાઈનના જ છે. હજુ ઓફલાઈન આંકડો પણ બહાર આવ્યો નથી. આ ઓનલાઈન આંકડા પર સાબિત થાય છે. અમદાવાદ શહેરએ મેગા શહેર અહીં પણ સમસ્યાનું શહેર બની ગયું છે.
પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠીકોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણેએ જણાવ્યું હતું કે સત્તાધારી ભાજપ દ્વારા સૌનો વિકાસ સારો વહીવટ, સ્વચ્છ અમદાવાદ, ગુલાબી અમદાવાદ પોકળ પુરવાર થઈ રહી છે. આજે દરેક ક્ષેત્રમાં નિરાશા, હાડમારી અને ગેરવ્યવસ્થાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સેવાના નામ પર શહેરની જનતાને લૂંટવામાં આવી રહી છે. શહેરમાં પીવાના પાણીની સમસ્યા, અડધો ઈંચ વરસાદમાં પાણી ભરાઈ જવા, રોડ પર ભુવા પડવાની સમસ્યા, રોડ તૂટી જવા જેવી સમસ્યાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.