ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા આવશે ગુજરાત - Opposition candidate for the presidency Yashwant Sinha

રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હા (Opposition candidate for the presidency Yashwant Sinha) 8 જુલાઈએ ગુજરાતની મુલાકાતે (Yashwant Sinha Gujarat Visit) આવશે. ત્યારે અહીં તેઓ કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે અંગે જોઈએ આ અહેવાલ.

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા આવશે ગુજરાત
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા આવશે ગુજરાત

By

Published : Jul 6, 2022, 11:35 AM IST

Updated : Jul 6, 2022, 11:41 AM IST

અમદાવાદઃ રાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા (Opposition candidate for the presidency Yashwant Sinha) 8 જુલાઈએ ગુજરાતની મુલાકાતે (Yashwant Sinha Gujarat Visit) આવશે. તેઓ અહીં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા ખાતે આવેલા કૉંગ્રેસ પક્ષના કાર્યાલયમાં કૉંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો, સિનિયર આગેવાનો સાથે સવારે બેઠક (Yashwant Sinha meeting with Congress leaders in Gandhinagar) કરશે. આ બેઠકમાં તેઓ કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યોનું સમર્થન માગશે.

આ પણ વાંચો-યશવંત સિંહાનું સ્વાગત સાંસદને મોંઘું પડ્યું, જૂઓ કઈ રીતે...

કૉંગ્રેસના નેતાઓ સાથે કરશે બેઠક - ગાંધીનગર વિધાનસભા ખાતે યશવંત સિન્હાઅને કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો તેમ જ પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક (Yashwant Sinha meeting with Congress leaders in Gandhinagar) યોજાશે, જેમાં કૉંગ્રેસના તમામ ધારાસભ્યોને અચૂકપણે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. જોકે, આ બેઠકમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને મતદાન અંગે ધારાસભ્યોને માર્ગદર્શન પણ આપવામાં આવશે. ત્યારબાદ યશવંત સિન્હા (Yashwant Sinha Gujarat Visit) પત્રકાર પરિષદ પણ સંબોધશે.

આ પણ વાંચો-Presidential Election 2022 : મુર્મુ માત્ર 'નામથી જ રાષ્ટ્રપતિ' ન રહે : યશવંત સિંહા

27 જૂને યશવંત સિન્હાએ ભર્યું હતું ઉમેદવારીપત્ર - મહત્વનું છે કે, NDA તરફથી રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરફથી યશવંત સિન્હાએ 27 જૂને સંસદભવન ખાતે વિપક્ષના નેતાઓની હાજરીમાં ઉમેદવારીપત્ર ભર્યું હતું. હવે 18 જુલાઈએ રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે.

Last Updated : Jul 6, 2022, 11:41 AM IST

ABOUT THE AUTHOR

...view details