ગુજરાત

gujarat

પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ

By

Published : Mar 19, 2021, 8:46 AM IST

અમદાવાદમાં AMTC અને BRTC બસો બંધ હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવામાં ઘણી મુશ્કેલીઓ ઉભી થઇ હતી અને બસો બંધ થતાં રિક્ષાચાલકોએ તેનો ફાયદો ઉઠાવ્યો હતો. આ મામલે NSUI અને ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Ahmedabad
Ahmedabad

  • AMTC અને BRTC બસો બંધ હોવાથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને મુશ્કેલી
  • વિદ્યાર્થી સંગઠનો દ્વારા પરીક્ષા ઓનલાઇન અથવા રદ કરવા માગ
  • NSUI દ્વારા PPE કીટ પહેરીને વિરોધ નોંધાવ્યો

અમદાવાદ: શહેરમાં પરીક્ષાને લઈને અલગ અલગ વિદ્યાર્થીઓ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ગુજરાત યુનિવર્સિટી ખાતે નારા બોલાવ્યા હતા. ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને NSUI (નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા) દ્વારા PPE કીટ પહેરીને વિરોધ કરીને આવેદનપત્ર આપ્યું હતું.

પરીક્ષામાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ

આ પણ વાંચો :સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા આપવા બાબતે વાલીઓએ કર્યા ઉગ્ર સૂત્રોચ્ચાર

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરાઈ

આ મામલે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં પરીક્ષા મામલે જાહેરાત કરવામાં આવશે.

NSUI

આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન પરીક્ષા માટે બનાવેલા નિયમોનો વિરોધ

ABOUT THE AUTHOR

...view details