કોરોનાની મહામારીમાં સોના અને ચાંદીના ભાવોમાં મોટો ઉછાળો આવ્યો હતો. ત્યારબાદ હાલ સોના અને ચાંદીના ભાવોમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઇ રહ્યો છે. જેને લઇને હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. જેમાં ઘરેણાની ખરીદી કરનારા લોકોને મોટો ફાયદો થશે. લોકડાઉનના સમય ગાળામાં કેટલાક મોટા રોકાણકારોને લઈને સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. જોકે, બાદમાં લોકોએ માર્કેટમાં ફરીથી સોનાને મુક્તા અને વેચાણ કરતા ધીમે ધીમે સોનાના ભાવમાં હાલ ઘટાડો નોંધાઇ રહ્યો હોવાનું સોનાના વેપારીઓ અને જવેલર્સો માની રહ્યા છે.
સોના, ચાંદી અને હિરામાં રોકાણ કરવા માટે સારી તક
By
Published : Mar 22, 2021, 4:39 PM IST
સોના, ચાંદી અને હિરામાં રોકાણ કરવા માટે સારી તક, લાંબા સમયે થશે મોટો ફાયદો
મોટા રોકાણને લઇને લોકડાઉનમાં થયો હતો ભાવ વધારો, હાલ ભાવમાં સતત ઘટાડો
નવી પેઢી સોના અને ચાંદીની સાથે હિરા પર વધારે કરી રહી છે રોકાણ
અમદાવાદઃ લગ્નની સિઝન આવી રહી છે. ત્યારે સોના-ચાંદીના ભાવોમાં હાલ ઘટાડો નોંધાઇ રહ્યો છે, જેને લઇને ઘરેણાની ખરીદી કરનારા લોકોને મોટો ફાયદો થઇ રહ્યો છે. તો હાલ સોના અને ચાંદીમાં રોકાણ કરતા લોકો માટે ઉત્તમ તક છે. કોરોનાની મહામારી બાદ સોના અને ચાંદીના ભાવમાં આવી રહેલો ઘટાડો લોકો માટે અને રોકાણકારો માટે ફાયદાકારક છે. હાલ લોકો સોના અને ચાંદીની સાથે હિરા તરફ આગળ વળી રહ્યા છે. ઘરેણામાં હિરાનો પણ વધારે ઉપયોગ કરે છે અને રોકાણ માટે પણ હિરામાં વધારે ભાર આપી રહ્યા છે.
કેમ આવી રહ્યો છે ભાવમાં ઘટાડો?
કોરોનાની મહામારીમાં રોકાણકારો દ્વારા મોટી પ્રમાણમાં સોના અને ચાંદીમાં રોકાણ કરવામાં આવ્યું હતું. જેને લઇને લોકડાઉનમાં સોનાનો ભાવ 58 હજાર સુધી પહોંચી ગયો હતો. પરંતુ લોકડાઉન ખુલતા અને કોરોનાની મહામારીમાં ઘટાડો થયા બાદ ધીમે ધીમે સોનાના વેચાણમાં વધારો થતા ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. હાલ લોકો પોતાની પાસે રાખેલું સોનું અને બાકીનું નવું 30 ટકા જેટલું નાખી નવા ઘરેણા બનાવી રહ્યા છે. જેને લઈને લોકો જે પ્રમાણમાં પહેલા ખરીદી કરી રહ્યા હતા, તેમના પ્રમાણમાં ઓછી ખરીદી થઇ રહી છે. જેને લઇને ભાવમાં હાલ ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે.
હાલમાં જે રીતે સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને લઇને સોના-ચાંદીના વેપારીઓ, જવેલર્સના માલીકો રોકાણકારોને રોકાણ કરવા માટે ઉત્તમ તક ગણાવી રહ્યા છે. સાથે સાથે નિષ્ણાંતો પણ જણાવી રહ્યા છે કે, ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો પણ થશે, જે લોકડાઉનના સમયમાં 58 હજાર સુધી ભાવ પહોંચી ચુક્યો હતો. તેનાથી પણ વધારે ભાવ જશે. તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જે રીતે નવી પેઢીમાં બદલાવ આવી રહ્યો છે. તે રીતે સોના અને ચાંદીની સાથે સાથે હિરાની પણ ખરીદી નવી પેઢીના યુવાનો કરી રહ્યા છે. મોટા ભાગના અત્યારના લોકો સોના અને ચાંદી તરફ પોતાનું રોકાણ વધારે કરે છે. જેમની પસંદગી પણ સોના અને ચાંદીથી બનેલા ઘરેણાઓ તરફ વધારે હોય છે. જયારે નવી પેઢીના યુવાનો હિરાની ચમક તરફ વધારે આકર્ષાઇ રહ્યા છે. જેમાં સોના અને ચાંદીના ઘરેણાઓમાં હિરાનો પણ ઉપયોગ કરી રહ્યા છે, અને રોકાણ પણ હિરામાં કરી રહ્યા છે.