ગુજરાત

gujarat

ETV Bharat / city

Union Budget 2022 : જાણો, બજેટ પર કરવેરા નિષ્ણાંતોના પ્રતિભાવ - ETV BHARAT

ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ડિજિટલ બજેટ (Union Budget 2022) રજૂ કર્યું, જેના વિશે કરવેરાના નિષ્ણાંતોએ ETV BHARAT સાથે વાત કરતા પોતાની પ્રતિક્રિયા (experts on budget)આપી.

Union Budget 2022 : જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો
Union Budget 2022 : જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો

By

Published : Feb 1, 2022, 6:26 PM IST

Updated : Feb 1, 2022, 9:17 PM IST

અમદાવાદ: ભારતનાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બીજી વાર ડિજિટલ બજેટ રજૂ (Union Budget 2022)કર્યું, જેમાં ખાસ કરીને ડિજિટલ કરન્સી પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં ભારતની પોસ્ટ ઓફિસને બેન્ક સાથે જોડવાની વાત કરવામાં આવી હતી. કરવેરાના નિષ્ણાંતોએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું (experts on budget) હતું કે, આ બજેટ શરૂ થાય એ પહેલાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરવામાં આવશે પણ એવું થયું નથી, આ બજેટ વિકાસને વેગ આપનારું રહ્યું છે.

જાણો, બજેટના મુદ્દે વિવિધ નિષ્ણાંતોના મંતવ્યો

આવનારા સમયમાં ભારતમાં ડિજિટલ કરન્સીનું માર્કેટ

આવનારા સમયમાં ભારતમાં ડિજિટલ કરન્સીનું માર્કેટ હશે, આ બજેટમાં ખાસ કરીને ડિજિટલ પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલમાં ક્રિપ્ટો કરન્સીની આવક પર 30% ટેક્સ લાદવામાં આવ્યો છે.

આ પણ વાંચો:Union Budget 2022 :કેન્દ્રીય બજેટમાં MSME ઉદ્યોગ માટે જાહેરાત નહીં, ઉદ્યોગપતિઓમાં નારાજગી

દેશની GSTમાં 48% વધારો

કોરોના કાળમાં દેશની GSTમાં 48% વધારો જોવા મળી રહ્યો છે એ સારી વાત કહી શકાય, જેના કારણે દેશની ઇકોનોમી સુધારી રહી છે અને સાથે સાથે કોરોનાના સમયગાળામાં નાના વેપારીઓની હાલત ખરાબ હતી તેમની સ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે.

બેન્કિંગ સેકટરમાં સારો લાભ થશે

કરવેરાના નિષ્ણાત ધીરેશભાઈ શાહનું માનવું છે કે, ડિજિટલ કરન્સી કરવાને કારણે બેન્કિંગ સેક્ટરોમા સારો લાભ થશે, ખાસ કરીને ભારતના ઘણા ગામોમાં પોસ્ટની સુવિધા છે, પણ બેંકની સુવિધા નથી, જેના કારણે ભારે સમસ્યાઓનો સામનો કરવો પાડતો હતો. પણ હવે પોસ્ટને બેન્ક સાથે જોડવાથી સૌથી વધુ લાભ ગામડાના લોકોને થશે.

આ પણ વાંચો:Budget 2022 : વર્ચ્યુઅલ કરન્સી પર 1 ટકા TDS, ક્રિપ્ટો કરન્સીની આવક પર પણ 30 ટકા ટેક્સ

કરવેરામાં રાહત આપવામાં આવી નથી

કરવેરાના નિષ્ણાંત સુનિલભાઈ તલાટીએ ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સમય બદલતા સીધા કરવેરામાં રાહત આપી અને સાથે સાથે નવા કાયદા પણ સરકાર લાવી રહી છે. સમગ્ર દેશને એક રચનાત્મક, ઉત્પાદન ક્ષેત્રેમાં જે જરૂરી છે, તેના પર ખાસ ચર્ચા કરવામાં આવી છે. આજે રજૂ થયેલા બજેટમાં કોઈ કરવેરામાં રાહત આપવામાં આવી નથી, ફક્ત અમુક જગ્યાએ કરના ચાર્જ ઘટાડવામાં આવ્યા છે.

પોસ્ટ ઓફિસનું કલચર બદલવું જરૂરી

તલાટીએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં હાલ દોઢ લાખ પોસ્ટ ઓફિસમાં કર્મચારીની સમસ્યા છે, જે કામ કરવા તૈયાર નથી, જો યોગ્ય કર્મચારીની પસંદગી કરીને બેન્કિંગ સેક્ટર સાથે જોડવામાં આવે તો દેશમાં એક અલગ ક્રાંતિ આવી શકે છે. ભારતમાં પેસેન્જરો અને ગુડ્સ ટ્રેનો ચલાવવામાં પણ મુસાફરોને યોગ્ય સુવિધા આપવામાં આવે અને ટ્રેનોમાં યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે તો, ટુરિઝનમાં સારો એવો ફાયદો થઇ શકે છે.

Last Updated : Feb 1, 2022, 9:17 PM IST

ABOUT THE AUTHOR

...view details