કોરોના સંક્રમણ અટકાવવા મેટ્રો કોર્ટમાં માત્ર વકીલોને જ પ્રવેશ અપાય છે - સોશિયલ ડિસ્ટન્સિંગ
કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં વકીલ અને પોલીસ સિવાય અન્ય કોઈ વધારાના વ્યક્તિને પ્રવેશ ન આપવા મુદ્દે જારી કરેલા નિર્દેશ બાદ સોમવારે અસીલોને કોર્ટની અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહીં અને જેના લીધે કોર્ટના મુખ્ય ત્રણ દરવાજા બંધ કરવા પડ્યાં હતાં.
અમદાવાદઃ અમદાવાદ મેટ્રો કોર્ટના ત્રણેય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો અને અસીલોને પણ કોર્ટની બહાર રાખવામાં આવ્યાં હતાં. કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે અમદાવાદની બીજી ઘણી કોર્ટમાં પણ આ પ્રકારના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. મેટ્રો કોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાથી આ અંગેની જાણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપલ જજ અને રજિસ્ટ્રારને થતાં ગત ગુરુવારે મેટ્રો કોર્ટની મુલાકાતે આવ્યાં હતાં અને તંત્ર દોડતું થઈ ગયું હતું.