ગુજરાત

gujarat

ETV Bharat / city

ગણતરીના કલાકોમાં અમદાવાદ મનપાએ નિર્ણય ફેરવ્યો માત્ર ખાણીપીણીની દુકાનો જ રહેશે બંધ - Municipal Commissioner Mukesh Kumar

અમદાવાદમાં કોરોનાનો રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો છે. નવા કેસ અને એક્ટિવ કેસ બન્નેમાં વધારો નોંધાયો છે, તેમ છંતા શહેરમાં કોરોના તો જાણે ચાલ્યો જ ગયો હોય તેમ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપાએ ગણતરીના કલાકોમાં જ દુકાનો બંધ કરવાના લિધેલા નિર્ણયમાં યૂટર્ન લીધો છે. પશ્ચિમના 27 વિસ્તારોમાં રાત્રીના 10 વાગ્યા બાદ મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે તેમાં ફેરફાર કરીને ખાણીપીણીની જ દુકાનો રાત્રીના 10 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

Food shops
અમદાવાદમાં રાત્રે ખાણીપીણીની દુકાનો જ બંધ રહેશે

By

Published : Sep 29, 2020, 12:29 AM IST

અમદાવાદઃ શહેરમાં કોરોનાનો રોગચાળો ફરી માથુ ઉંચકી રહ્યો છે. નવા કેસ અને એક્ટિવ કેસ બન્નેમાં વધારો નોંધાયો છે, તેમ છંતા શહેરમાં કોરોના તો જાણે ચાલ્યો જ ગયો હોય તેમ લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ મનપાએ ગણતરીના કલાકોમાં જ દુકાનો બંધ કરવાના લિધેલા નિર્ણયમાં યૂટર્ન લીધો છે. પશ્ચિમના 27 વિસ્તારોમાં રાત્રીના 10 વાગ્યા બાદ મેડિકલ સિવાય તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે તેમાં ફેરફાર કરીને ખાણીપીણીની જ દુકાનો રાત્રીના 10 વાગ્યા બાદ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં રાત્રે ખાણીપીણીની દુકાનો જ બંધ રહેશે

રાત્રિના સમયે પશ્ચિમ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો ટોળામાં ભેગા થઈ બેસતા જોવા મળે છે. ખાણીપીણીની દુકાનમાં લોકોની ભીડ જોવા મળે છે. આ અંગે તંત્રને ધ્યાને આવતા કોરોના સંક્રમણ અટકાવવા રાત્રીના 10 વાગ્યા બાદ 27 વિસ્તારમાં ખાણી પીણીની દુકાનો બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાએ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમાર અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જે બાદ શહેરના પશ્ચિમ વિસ્તારના બજારો બંધ કરવાનો નિર્ણય કરાયો હતો.

અમદાવાદમાં રાત્રે ખાણીપીણીની દુકાનો જ બંધ રહેશે


આ વિસ્તારોમાં રાત્રે દુકાનો નહીં ખોલી શકાય


પ્રહલાદનગર રોડ

YMCAથી કાકે દા ઢાબા (કર્ણાવતી ક્લબ રોડ)

બુટભવાની મંદિરથી આનંદનગર રોડ

પ્રહલાદનગર ગાર્ડનથી પેલેડિયમ સર્કલ (કોર્પોરેટ રોડ)

એસજી હાઈવે

ઈસ્કોન ક્રોસ રોડથી શપથ 4-5 સર્વિસ રોડ

સિંધુ ભવન રોડ

બોપલ-આંબલી રોડ

ઈસ્કોનથી બોપલ-આંબલી રોડ

ઈસ્કોન-આંબલી રોડથી હેબતપુર રોડ વચ્ચેનો વિસ્તાર

સાયન્સ સિટી રોડ

શીલજ સર્કલથી સાયન્સ સિટી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ

આંબલી સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ સુધી 200 ફૂટના એસપી રિંગ રોડ ઉપર

સીજી રોડ


લો ગોર્ડન ( ચાર રસ્તા-હેપી સ્ટ્રીટ, મ્યુનિસિપલ માર્કેટ, પંચવટી સર્કલ)

વસ્ત્રાપુર તળાવના ફરતે

માનસી સર્કલથી ડ્રાઈવ-ઈન રોડ

ડ્રાઈવ ઈન રોડ


ઓનેસ્ટથી શ્યામલ ક્રોસ રોડ (પ્રહલાદનગર 100 ફૂટ રોડ)


શ્યામલ બ્રિજથી જીવરાજ ક્રોસ રોડ

બળિયાદેવ મંદિરથી જીવરાજ ક્રોસ રોડ

IIM રોડ

શિવરંજનીથી જોધપુર ક્રોસ રોડ (BRTS કોરિડોરની બંને બાજુ)

રોયલ અકબર ટાવર પાસે

સોનલ સિનેમા રોડથી અંબર ટાવરથી વિશાલા સર્કલ

સરખેજ રોઝા-કેડિલા સર્કલ-ઉજાલા સર્કલ

સાણંદ ક્રોસ રોડ-શાંતિપુરા ક્રોસ રોડ

ABOUT THE AUTHOR

...view details