અમદાવાદઃ સમગ્ર ભારત ડિજિટલાઈઝેશન (Gujarat University Digitalization) તરફ વળી રહ્યું છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી પણ કેસલેસ (Gujarat University Cashless) બનશે. જેમાં નવા શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટીમાં કાગળનો ઓછો વપરાશ (Online System in Gujarat University) કરવામાં આવશે. ત્યારે વિદ્યાર્થીઓની તમામ પ્રકારની ફી પણ ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે.
Online System in Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં નવા શૈક્ષણિક વર્ષથી બધું કેસલેસ થશે - Gujarat University Cashless
ગુજરાત યુનિવર્સટીમાં હવે નવા શૈક્ષણિક વર્ષથી કેસલેસ (Gujarat University Cashless) બનશે. યુનિવર્સિટીમાં કાગળનો ઓછો વપરાશ થાય તે હેતુથી આ નિર્ણય લેવાયો છે. હવે વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ ઓનલાઈન માધ્યમથી (Gujarat University Digitalization) લેવામાં આવશે.
હવે વિદ્યાર્થીઓને નહીં ખાવા પડે ધક્કા-સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય. તેમ જ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના ધક્કા ખાવ ન પડે અને ડિજિટલ માધ્યમને (Gujarat University Digitalization) વેગ મળે તે માટે યુનિવર્સિટીને કેસલેસ (Gujarat University Cashless) બનાવવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન તેમ જ અન્ય કામગીરી પણ હવે ઓનલાઈન માધ્યમ (Online System in Gujarat University) દ્વારા જ કરવામાં આવશે. ત્યારે બધું ડિજિટલ ફોર્મેટમાં (Gujarat University Digitalization) તૈયાર કરવામાં આવશે. આ સિવાય 13 વિષયમાં કન્ટેઈન તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે સંપૂર્ણ UMSથી થશે.
આ પણ વાંચો-Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર
જૂન મહિનથી શરૂ થશે પ્રક્રિયા -આ અંગે મળતી માહિતી મુજબ, આગામી જૂન મહિનાથી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટી અને બેન્કના સહયોગથી આ પ્રક્રિયા (Gujarat University Cashless) શરૂ કરવામાં આવશે. જ્યારે સંપૂર્ણ ઓનલાઈન માધ્યમથી (Online System in Gujarat University) કામગીરી કરવામાં આવશે તો તેમાં ગેરરીતિ થવાની શકયતા ઓછી છે.