ગુજરાત

gujarat

ETV Bharat / city

ગૂજરાત વિદ્યાપીઠના 101માં સ્થાપના દિવસે ગાંધીજીના પ્રપૌત્રનો ઓનલાઈન સંબોધન કરશે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠને 18 ઓક્ટોબરે 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે વિદ્યાપીઠના 101મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત થનારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનિતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી ઓનલાઈન લેક્ચરથી સંબોધન કરશે.

ગૂજરાત વિદ્યાપીઠનો 101મો સ્થાપના દિવસે ગાંધીજીના પ્રપૌત્રનો ઓનલાઈન લેક્ચર યોજાશે
ગૂજરાત વિદ્યાપીઠનો 101મો સ્થાપના દિવસે ગાંધીજીના પ્રપૌત્રનો ઓનલાઈન લેક્ચર યોજાશે

By

Published : Oct 16, 2020, 9:11 PM IST

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠને 18 ઓક્ટોબરે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપના દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાપીઠનો ધ્વજ ફરકાવવામાંં આવશે. ત્યારબાદ વિદ્યાપીઠના 42 ભાગોમાં વૈવિધ્યસભર કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં કુલપતિના ભાષણ, ગાંધીવિચાર, ગ્રામ્ય જીવન, સર્વ ધર્મ સમભાવ, ટેક્નોલોજી અને ગાંધીજીના પરિવાર સાથે પત્રવ્યવહાર જેવા વિષયો પર વ્યાખ્યાન રજૂ કરવામાં આવશે. આ ઓનલાઈન વ્યાખ્યાન મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને રાજનીતિજ્ઞ ગોપાલકૃષ્ણ ગાંધી સંબોધિત કરશે.

આ ઉપરાંત ગાંધીજીના જીવન પર લખાયેલા 8 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવશે. તેમજ ગાંધીજીએ લખેલા અને ગાંધીજી પર લખાયેલા પુસ્તકોનુ પ્રદર્શન પણ અહીં થશે. લોકો આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ યુટ્યૂબ પર જોઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 18 ઓકટોબરના રોજ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સાથે જ વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લેતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે પદવીદાન સમારોહ મોકૂફ રખાયો છે.

ABOUT THE AUTHOR

...view details