અમદાવાદ: ઓનલાઇન ટેકનોલોજીના વધતા ઉપયોગની સાથે ઓનલાઈન સાયબર ફ્રોડ (Online Fraud Ahmedabad) પણ વધી રહ્યા છે. પોલીસે ડીમેટ એકાઉન્ટ (demat account fraud ahmedabad) ખોલાવી શેરબજારમાં ઊંચા પૈસા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરનારી ટોળકીના 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે મોબાઈલ સીમકાર્ડ બેંકની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે મોબાઈલ સીમકાર્ડ બેંકની ચેકબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશથી આરોપીઓની ધરપકડ-પોલીસે કસ્ટડીમાં લીધેલાં ભેજાબાજ આરોપીઓ (Crime In Ahmedabad)ના નામ સૂરજ વિશ્વકર્મા અને વિક્રમ નાગા છે. બંને આરોપીઓ મધ્યપ્રદેશના હોશંગાબાદ (Crime In Madhya Pradesh Hoshangabad)માં રહે છે. આરોપીઓની છેતરપિંડીના આરોપમાં મધ્યપ્રદેશથી સાયબર ક્રાઇમ (Cyber Crime Ahmedabad)ની ટીમે ધરપકડ કરી છે. આરોપીઓ ઑનલાઇન ડિમેટ એકાઉન્ટ ખોલાવી શેર બજારમાં આઈ કેપિટલ બ્રોકિંગ નામની કંપની સાથે કામ કરી ઊંચો નફો અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરતા હતા.
આ પણ વાંચો:Fundraising Fraud In Surat: ઉત્તરાખંડના વેપારીએ સુરતના વ્યક્તિના બાળકની સારવારના નામે કર્યો ખોટો પ્રચાર, ઉઘરાવ્યા પૈસા અને પછી...
અમદાવાદના એક શખ્સ પાસે 9 લાખ ઇન્વેસ્ટ કરાવ્યાં-આરોપીઓએ અમદાવાદ (Online Fraud In Ahmedabad)ના એક ફરિયાદીને 9 લાખ રૂપિયા ઈન્વેસ્ટ કરાવી 20 લાખ રૂપિયાનો નફો બતાવીને છેતરપિંડી આચરી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં મધ્યપ્રદેશથી આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ કરતાં મુખ્ય સૂત્રધાર તરીકે પ્રિયંકા નામની મહિલાનું નામ સામે આવ્યું છે, જે ઘણા સમયથી મધ્યપ્રદેશના હોશંગાબાદ આવા કોલ સેન્ટર ચલાવતી હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો:બનાસકાંઠામાં સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનાર ગેંગ ઝડપાઈ
મુખ્ય સૂત્રધારની ધરપકડ બાદ થઈ શકે છે મોટા ખુલાસા- પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ ફોન, 2 અલગ અલગ બેંક ચેકબુક અને સીમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડેટા મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી અન્ય ફરાર આરોપી અને મુખ્ય સૂત્રધાર પ્રિયંકાની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય સૂત્રધાર પ્રિયંકાની ધરપકડ બાદ આ મામલે મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહી છે.