- 11 ફેબ્રુઆરીએ મોક ટેસ્ટ લેવાશે
- 13 ફેબ્રુઆરીથી રેગ્યુલર પરીક્ષા લેવાશે
- યુનિવર્સિટી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા લીધા બાદ ઓનલાઇન પરીક્ષા 11 ફેબ્રુઆરીથી શરૂ થશે. ત્યારે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વધુમાં અગાઉ જે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઓનલાઇન પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ ગામડામાં રહે છે તેથી ગામડાઓમાં કનેક્ટિવિટીની સમસ્યા ન થાય અને વિદ્યાર્થીઓની પરીક્ષા ન બગડે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
15 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા આપશે