- એસ. જી. હાઇવે પર ઈસ્કોન ગાઠિયા સર્કલ પાસે અકસ્માત સર્જાયો
- એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતુ, અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો
- મૃતક સિક્યોરિટી કંપનીમાં કરતો હતો કામ
અમદાવાદ: એસ. જી. હાઈવે પર બાઈક ચાલકનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયુ હતું. એસ. જી. હાઇવે પર આવેલા ઈસ્કોન ગાઠિયા સર્કલ પાસે ટ્રાફિક પોલીસના બૂથ સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બાઈક પર બેસેલા અન્ય વ્યક્તિનું માથું ટ્રાફિક પોલીસના બૂથ સાથે અથડાતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતુ.
આ પણ વાંચોઃ ભરૂચના ઝાડેશ્વર નજીક ST બસની અડફેટે બાઇક સવાર દંપત્તિનું મોત