અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલ અંતે તેઓની પાસે છેલ્લી કિરણ હતી, જેથી તેઓ બાળકને લઇને સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા સોનોગ્રાફી અને સીટી સ્કેન કરવામાં આવતા 10*9*8 (720 ઘન સે.મી.)ના કદની ગાંઠ હોવાનું જણાઇ આવ્યું. ત્રણ દિવસના નવજાત શિશુમાં ગંભીરતા વચ્ચે તેની સર્જરી કરવામાં ન આવે તો બાળકને ચયાપચનની ક્રિયાઓમાં તકલીફ પડવાની સંભાવના રહેતી હોય છે. યકૃતની સાથે, પિતાશય, હોજરી, આંતરડા પર દબાણ ઉદભવતા લાંબા સમયે કેન્સરની ગાંઠમાં પરિણમવાની શક્યતાઓ પણ પ્રબળ રહેલી હોય છે. આ તમામ સંભાવનાઓ વચ્ચે બાળરોગ સર્જરી વિભાગ દ્વારા નવજાત શિશુની શસ્ત્રક્રિયા કરીને આ ગાંઠ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડો.રાકેશ જોશી અને તેમની ટીમ , એનેસ્થેસિયા વિભાગના એસોસીએટ પ્રોફેસર ડો. શકુંતલા ગોસ્વામી અને તેમની ટીમ ડો. ચિરાગ પટેલ સહીયારા પ્રયાસથી યકૃત સાથે જોડાયેલી ગાંઠને અન્ય ભાગને નુકસાન ન થાય તે રીતે કાઢવામાં આવી. આ ગાંઠને કાઢવામાં આવતા તેનું કદ તબીબોને પણ આશ્ચ્રય પમાડે તેવું હતું. સામાન્ય રીતે યકૃતમાં નાના કદની ગાંઠ જોવા મળતી હોય જેમાં ઓપરેશનની જરૂર પડતી નથી. પરંતુ આ ગાંઠનું કદ જોતા અને બાળકની ઉંમર જોતા તેનું ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી બની રહ્યું, જેમાં આખરે સફળતા મળી.