ગુજરાત

gujarat

ETV Bharat / city

દુષ્કર્મના કેસમાં પેરોલ પર છૂટેલા શખ્સે વધુ એક દુષ્કર્મ આચર્યું - અમદાવાદ ક્રાઈમ

દેશભરમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં પણ બે નાની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. આરોપી સવારથી જ બાળકીઓની તલાશમાં હતો અને આખરે એક બાળકીને શૌચાલયમાં લઇ ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

દુષ્કર્મના કેસમાં પેરોલ પર છૂટીને વધુ એક દુષ્કર્મ આચર્યું
દુષ્કર્મના કેસમાં પેરોલ પર છૂટીને વધુ એક દુષ્કર્મ આચર્યું

By

Published : Oct 12, 2020, 9:10 PM IST

અમદાવાદઃ શહેરના દાણીલીમડા વિસ્તારમાં 6 અને 7 વર્ષની બાળકીઓ રમી રહી હતી, ત્યારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને બાળકીઓને રૂપિયા અને રમકડાં આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ તે બાળકીઓને બાજુમાં આવેલ બંધા મકાનના શૌચાલયમાં લઈ ગયો હતો અને બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી મહંમદ રફીક ઉર્ફે કાળુ ઉર્ફે ટાઈમપાસ રંગરેજની તેના ઘેરથી જ ધરપકડ કરી
જોકે બાળકીઓએ બૂમાબૂમ કરતાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો. જે અંગે બાળકીએ પરિવારને જાણ કરતાં આ મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી મહંમદ રફીક ઉર્ફે કાળુ ઉર્ફે ટાઈમપાસ રંગરેજની તેના ઘેરથી જ ધરપકડ કરી છે.
આરોપી અગાઉ ઘરફોડ ચોરી અને આ પ્રકારે જ દુષ્કર્મના ગુનામાં પણ પકડાયેલ છે
આરોપીની ધરપકડ બાદ જાણવા મળ્યું કે, આરોપી અગાઉ ઘરફોડ ચોરી અને આ પ્રકારે જ દુષ્કર્મના ગુનામાં પણ પકડાયેલો છે અને હાલ તે તેના પિતાના મોતના કારણે પેરોલ પર બહાર હતો. આરોપી દુષ્કર્મ આચરવા માટે કોઈ બાળકીને શોધી રહ્યો હતો. તે દરમિયાન તેને આ બાળકીઓ મળી હતી. હાલ દાણીલીમડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details