અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કિડની વિભાગમાં પ્રથમ માળે રાખેલા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર અને સારસંભાળમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હતી. અહીં 60 વર્ષીય વૃદ્ધને બીમારી હોવાથી પથારીમાં પેશાબ થઇ ગયા છતાં 5 કલાક સુધી તેમની પથારીની સાફ-સફાઇ કરવામાં આવી નહોતી.
અમદાવાદ સિવિલની વધુ એક બેદરકારી, કોરોનાગ્રસ્ત વૃદ્ધ સાથે થયું કંઈક આવુ... - અમદાવાદ સિવિલ હોસ્પિટલ ન્યૂઝ
અમદાવાદની સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કિડની વિભાગમાં પ્રથમ માળે રાખેલા કોરોના પોઝિટિવ દર્દીની સારવાર અને સારસંભાળમાં ઘોર બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે.
civil hospital Ahmedabad
એટલું જ નહીં આસપાસના દર્દીઓએ પણ સ્ટાફને ફરિયાદ કરવા છતાં સફાઇ માટે એક પણ કર્મચારી આવ્યા નહોતા. મહત્વનું છે કે, છેલ્લા 4 દિવસથી સિવિલમાં દર્દીઓની અયોગ્ય સારવાર તેમજ મોત મામલે બેદરકારીના સંખ્યાબંધ કિસ્સાઓ સામે આવ્યાં છે.