અમદાવાદઃ શહેરની SVP હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે. SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દી ફરાર થયો છે. હોસ્પિટલમાંના ડોકટરે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ દર્દીને શોધવા તપાસ હાથ ધરી છે.
SVP હોસ્પિટલની વધુ એક બેદરકારી, કોરોના વોર્ડમાંથી પોઝિટિવ દર્દી ફરાર
અમદાવાદની SVP હોસ્પિટલમાં વધુ એક બેદરકારીનો મામલો સામે આવ્યો છે. SVP હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં દાખલ દર્દી ફરાર થયો છે. હોસ્પિટલમાંના ડોકટરે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ દર્દીને શોધવા તપાસ હાથ ધરી છે.
SVP હોસ્પિટલમાં આવેલ B-1 વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દી દાખલ હતો, પરંતુ શુક્રવારે રાતે લગભગ 10 વાગ્યે દર્દી ત્યાંથી ફરાર થયો હતો. ત્યારે શનિવારે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ડોક્ટર તેની સારવાર માટે દર્દી પાસે જતા દર્દી B-1 વોર્ડમાં હાજર ન હતો. ત્યારે હોસ્પિટલમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં દર્દી ફરાર થઈ જતા તેની શોધખોળ કરી હતી તેમ છતા દર્દી મળી આવ્યો ન હતો. ત્યારબાદ SVPના ડોક્ટરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દર્દી સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ ફરિયાદ નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને દર્દીને શોધવા મથામણ શરૂ કરી છે. આ પહેલા પણ SVP હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેમાં એકસરખા નામને કારણે પરિવારના મોભીનો રિપોર્ટ નેગેટિવ હોવાનું કહી ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. પણ થોડા જ કલાકો બાદ તેઓનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું જણાવી પરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.