અમદાવાદઃ દેશમાં સોમવારના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી ચાલી રહી છે જો કે મહત્વનું છે કે કોરોના મહામારીમાં લોકોને ઘરથી બહાર નીકળી અને રક્ષાબંધન નિમીત્તે ખરીદી કરી રહ્યા છે. લોકો વિવિધ મોલમાં જઇને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે મોલના સંચાલકો દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું સરકાર દ્વારા તેમને કહેવામાં આવ્યું છે, જો કે અમદાવાદ શહેરના પ્રખ્યાત એવો અમદાવાદ વન મોલ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા મહાનગર પાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યો છે.
સોશિયલ ડિસ્ટન્સના અભાવે શહેરનો અમદાવાદ વન મોલ સીલ કરાયો - સીલ
સમગ્ર ભારતમાં સોમવારના રોજ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, જો કે આજના આ તહેવાર નિમીત્તે લોકોએ બહાર નિકળી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ભુલી ગયા હતા, ત્યારે અમદાવાના વિવિધ મોલમાં આજે તહેવાર નિમીત્તે ભીડ જોવા મળી હતી અને લોકો જાણે કોરોના વાઈરસના ખતરાને ભુલી ગયા હોય તેવું લાગી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં આવેલા વન મોલમાં મોટી સખ્યામાં લોકો ઉમટ્યા હતા અને ખરીદારી કરી રહ્યા હતા. ત્યારે મોલમાં આવનાર લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું નહોતું અને મોલના સંચાલકોએ પણ મોલમાં આવેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ નહોતુુ કહ્યું.
સોશિયલ ડિસ્ટન્સના અભાવે અમદાવાદ શહેરનો વન મોલ કરાયો સીલ
અમદાવાદ વન મોલમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે મોલમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. સરકારના નિયમોના ધજાગરા ઉડાળતા હોય તેવો વીડિયો એએમસીએ મોબાઇલમાં રેકોર્ડ કર્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. તહેવારની રજામાં માસ્ક વગર અનેક લોકો એકઠા થયા હતા. જેના પગલે અમદાવાદ વન મોલ સંપૂર્ણ રીતે ખાલી કરાવાયો હતો અને મોલ સીલ કરવામાં આવ્યો હતો.