'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે જાણીએ સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે... - ઈટીવી ભારત
1987માં કેનેડાના મોન્ટ્રીયલમાં યુનાઈટેડ નેશન્સના 190થી વધુ દેશોએ ઓઝોન સ્તરમાં થઈ રહેલા ઘસારાને રોકવા માટે કાર્બનનો ઉપયોગ ઘટાડવા કરાર કર્યો હતો, જે મોન્ટ્રીયલ પ્રોટોકોલના નામે જાણીતો છે. તે જ દિવસને ઉપલક્ષમાં રાખીને યુ.એન. દ્વારા 1994માં 16 સપ્ટેમ્બરના દિવસને 'વિશ્વ ઓઝોન દિવસ' તરીકે ઉજવવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. જે 1995થી દર 16 સપ્ટેમ્બરે આ દિવસે યુનાઇટેડ નેશન્સ દ્વારા તે વિશે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવે છે. આ 36મું વર્ષ છે.
'વિશ્વ ઓઝોન દિવસ' નિમિત્તે જાણીએ સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી જીવસૃષ્ટિને બચાવતાં ઓઝોન લેયર વિશે...
અમદાવાદઃ પૃથ્વીના વાતાવરણના બહારના પડમાં ઓઝોન વાયુનું એક લેયર આવેલું છે. આ ઓઝોન વાયુનું લેયર તે સૂર્યના ઘાતક પારજાંબલી કિરણોથી પૃથ્વી પરની જીવસૃષ્ટિની રક્ષા કરે છે. જો આ પારજાંબલી કિરણો પૃથ્વી સુધી પહોંચે તો તેના સંપર્કમાં આવવાથી ચામડીનું કેન્સર, શ્વસનમાં તકલીફ, મોતિયો, વનસ્પતિનો વિકાસ રૂંધાવો જેવી હાનિકારક અસરો થાય છે.