અમદાવાદ: હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905માં ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે થયો હતો. તેમણે ભારતને 1928, 1932 અને 1936 એમ સળંગ ત્રણ વખત ઓલમ્પિકમાં હોકીની રમતમાં ગોલ્ડ મેડલ જીતાડયો હતો.
આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે ભાજપે ખેલાડીઓ અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી
હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905માં ઉત્તર પ્રદેશનાં અલ્હાબાદ ખાતે થયો હતો. તેમણે ભારતને 1928, 1932 અને 1936 એમ સળંગ 3 વખત ઓલમ્પિકમાં હોકીની રમતમાં ગોલ્ડ મેડલ જીતાડયો હતો.
તેમણે પોતાની કારકિર્દી દરમિયાન 185 મેચમાં 570 ગોલ ફટકાર્યા હતા. ભારત સરકારે તેમને 1956માં પદ્મભૂષણ એવોર્ડ આપ્યો હતો. તેઓ આઝાદી પહેલાની બ્રિટિશ તાબા હેઠળની ઇન્ડિયન આર્મીમાં પંજાબ રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા. ત્યારે તેમનું સૌપ્રથમ સિલેક્શન આંતરરાષ્ટ્રીય ભારતીય હોકી ટીમ માટે થયું હતું.
આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા દ્વારા દેશવાસીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેઓએ મેજર ધ્યાનચંદને દેશના સાચા સપૂત ગણાવીને તેમની હોકી ટેકનીકના વખાણ કર્યા હતા. આ સાથે જ ભારતને રમતગમતમાં આગળ લઈ જનાર ખેલાડીઓ, તેમના પરિવારજનો અને તેમના કોચનો પણ આભાર માન્યો હતો.