ગુજરાત

gujarat

ETV Bharat / city

Har Ghar Tiranga : અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો - Har Ghar Tiranga

આઝાદીના 75 વર્ષની ઉજવણીને (15 August 2022) લઈને સમગ્ર દેશમાં તૈયારી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશને ”હર ઘર તિરંગા” અભિયાનના (Ahmedabad Har Ghar Tiranga) આયોજન અંતર્ગત 5 કરોડના ધ્વજ ખરીદી કરવામાં આવશે. મકાન અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ (Har Ghar Tiranga Abhiyan) લહેરાવવામાં આવશે. જેનો ખર્ચે દરેક વ્યક્તિ પાસેથી લેવામાં આવશે.

Har Ghar Tiranga : અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો
Har Ghar Tiranga : અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો

By

Published : Jul 23, 2022, 3:38 PM IST

અમદાવાદ : આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે (15 August 2022) તૈયારી ચાલુ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટી અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. શહેરમાં 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ”હર ઘર તિરંગા” ફરકવામાં આવશે. જેના પગલે કોર્પોરેશન દ્વારા 5 કરોડ ખર્ચે રાષ્ટ્રધ્વજની ખરીદી કરશે. શહેરની ઓફિસો, મકાનો સાથે મળીને 22 લાખ મકાનો પર તિરંગો ફરકાવવામાં આવશે. જેમાં એક ધ્વજની કિંમત અંદાજે 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેની રકમ શહેરના (Har Ghar Tiranga Abhiyan) નાગરિક પાસે લેવામાં આવશે.

અમદાવાદ શહેરમાં આટલા ઘરો પર લહેરાશે તિરંગો

5 કરોડના ધ્વજ -દેશમાં આઝાદી અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત આવનાર 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી શહેરના અંદાજે 22 લાખ જેટલા મકાન અને (Har Ghar Tiranga) ઓફિસ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે. જેનો ખર્ચે દરેક વ્યક્તિ (Ahmedabad Har Ghar Tiranga) પાસેથી અંદાજે 25 રૂપિયા લેવામાં આવશે. શરૂઆતમાં ખરીદી માટે કોર્પોરેશન 5 કરોડ ભોગવશે, ત્યારબાદ દરેક વ્યક્તિ પાસેથી ઉઘરાણી કરશે.

આ પણ વાંચો :સુરતથી શરૂ થતું હર ઘર તિરંગા અભિયાન, 72 કરોડ તિરંગાનો ટાર્ગેટ

બોપલમાં નર્મદાનું પાણી આપવામાં આવશે -આ ઉપરાંતબોપલમાં ઔડા દ્વારા બનાવવામાં આવેલા 3 પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા બોપલના 5000 ઘરને નર્મદાનું પાણી (Narmada Water in Ahmedabad) આપવામાં આવશે. જેનું 24 તારીખે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત શહેર ફરતે આવેલા સરદાર પટેલ રિંગ રોડ ગ્રીન કવર કરવાના હેતુથી વૃક્ષારોપણ કરવામાં આવશે. આ ઉપરાંત ઔડા દ્વારા ઘુમા ગામ પાસે સ્પોર્ટ્સ પાર્ક બનાવવામાં આવ્યું છે. તેનું લોકાર્પણ કરવામાં આવશે.

આ પણ વાંચો :તેને તમારા ઘરમાં રાખો, 'હર ઘર ત્રિરંગા' અભિયાન પર ફારૂક અબ્દુલ્લા

"બાકરોલ પાંજરાપોળમાં એક પણ ગાય મૃત્યુ પામી નથી" -સ્ટેન્ડિંગ કમિટી અધિકારીનો બચાવ કરતા જણાવ્યું હતું કે, બાકરોલ પાંજરાપોળમાં (Cow Death in Bakarol) એક પણ ગાય મૃત્યુ પામી નથી. જે વીડિયો બનાવ્યો ત્યારે હું ત્યાં જ હતો બધી ગાયો બીમાર હતી. હજુ પણ 8 -10 જેટલી ગયો બીમાર છે. બધી ગાય અશક્ત અને બીમાર છે. ભાભરની એક સંસ્થા આવી છે જે ગાયોને સારવાર હેઠળ લઈ જશે. તે સંસ્થાને એક ગાય દીઠ કોર્પોરેશન 4000 રૂપિયા તેને સારવાર માટે આપશે. 29 જુલાઈના રોજ ભારતના વડાપ્રધાન રાજ્યના અલગ અલગ શહેરમાં લારી ગલ્લાવાળા સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરશે. જેમાં અમદાવાદમાં અંદાજે 5000 જેટલા સ્લીપ રેન્ડર વડાપ્રધાન સાથે વીડિયો કોન્ફરન્સથી સીધો સંવાદ કરશે.

ABOUT THE AUTHOR

...view details