ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: વર્ષના છેલ્લા દિવસે મેઘાણી નગરમાં 3 ઈસમોએ કરી રૂપિયા 1.78 કરોડની લૂંટ - Last Day Of Year

અમદાવાદ શહેરમાં વર્ષના અંતિમ દિવસે 2 મોટા બનાવ બન્યા છે. જેમાં એક બનાવમાં હત્યા ત્યારે અન્ય બનાવમાં લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના મેઘાણી નગરમાં 3 શખ્શો રૂપિયા 1.78 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ગુજરાત પોલીસ
ગુજરાત પોલીસ

By

Published : Jan 1, 2021, 3:18 PM IST

Updated : Jan 1, 2021, 5:05 PM IST

  • શહેરમાં વર્ષનો અંતિમ દિવસ રહ્યો ભારે
  • મેઘાણી નગરમાં બન્યો લૂંટનો બનાવ
  • 3 શખ્શો રૂપિયા 1.78 કરોડની લૂંટ કરી ફરાર

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વર્ષના અંતિમ દિવસે 2 મોટા બનાવ બન્યા છે. જેમાં એક બનાવમાં હત્યા ત્યારે અન્ય બનાવમાં લૂંટની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. શહેરના મેઘાણી નગરમાં 3 શખ્શો રૂપિયા 1.78 કરોડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

કેવી રીતે બન્યો લૂંટનો બનાવ?

મૂળ રાજસ્થાની અને હાલ સરદાર નાગરમાં રહેતા વિદ્યાધર શર્મા, સુરેશ શર્મા સાથે મળીને 2 કુરિયર કંપની ચલાવે છે. તેમની કંપની સોના ચાંદીના પાર્સલ લાવવા લઈ જવાનું કામ કરે છે. બુધવારે 31 ડિસેમ્બરની મોડી રાતે અમુક પાર્સલ લઈને એક જથ્થો રાજકોટથી આવ્યો હતો. જે પર્સલમાં રૂપિયા 1.78 કરોડના દાગીના હતા. જેને દિલ્હી મોકલવાના હતા. પાર્સલ લઈને 2 માણસો બાઇક પર એરપોર્ટના કાર્ગો તરફ જઈ રહ્યા હતા ત્યારે 3 અજાણ્યા ઈસમો આવ્યા હતા અને દાગીના ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

વર્ષના છેલ્લા દિવસે મેઘાણી નગરમાં 3 ઈસમોએ કરી રૂપિયા 1.78 કરોડની લૂંટ

કુલ રૂપિયા 1.78 કરોડની થઈ લૂંટ

3 ઈસમોએ રૂપિયા 34 લાખનું એક પાર્સલ અને અન્ય બે પાર્સલ એમ કુલ રૂપિયા 1.78 કરોડના પર્સલની લૂંટ કરી હતી. લૂંટ કર્યા બાદ ત્રણેય શખ્શો નસી ગયા હતા. અજાણ્યા શખ્શો લૂંટ કરીને પાર્સલ લઈને આવનારા વ્યક્તિને માર માર્યો હતો જેમાં એક વ્યક્તિને ફ્રેક્ચર પણ થયું છે. હાલ તો પોલીસે શંકાસ્પદ ઈસમોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ મામલે સ્થાનિક ઈસમોની પણ સંડોવણી છે કે, કેમ તે દિશામાં પણ તપાસ પોલીસે હાથ ધરી છે.

Last Updated : Jan 1, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details