- છેલ્લા દિવસે ફોર્મ ભરવા ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પહોંચ્યા કલેક્ટર કચેરી
- અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કુલ 1250 ફોર્મ ભરાયા
- છેલ્લા દિવસે અમદાવાદ શહેર માટે કુલ 947 ફોર્મ ભરાયા
અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ યોજાશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી હતી. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી જગ્યાઓ પર સવારે 10 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધી 5 અને 6 ફેબ્રુઆરી એમ બે દિવસ ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી હતી.
પહેલા દિવસે અમદાવાદમાં 303 ફોર્મ ભરાયા
આશ્ચર્યજનક રીતે પહેલા દિવસે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જૂજ માત્રામાં ફોર્મ ભરવા આવ્યા હતા. ભાજપની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરને છોડીને અન્ય પાંચ મહાનગરપાલિકાઓમાં ફોર્મ વધુ ભરાયા હતા, પરંતુ અમદાવાદમાં ફોર્મ ભરવાના બાકી હતા. જ્યારે કોંગ્રેસમાં ઉમેદવારોના નામ જાહેર થયા ન હતા. પહેલા દિવસે અમદાવાદમાં 303 ફોર્મ ભરાયા હતા. જેમાં મોટાભાગે અસદુદિન ઓવૈસીની પાર્ટી AIMIM, આમ આદમી પાર્ટી, અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારોએ વધુ ફોર્મ ભર્યા હતા. જ્યારે બીજા દિવસે અમદાવાદમાં 919 ફોર્મ ભરાયા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વધુ દેખાતા હતા. આમ બે દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાની કુલ 192 બેઠક સામે 1,250 ફોર્મ ભરાયા હતા.
બીજા દિવસે ફોર્મ ભરવા કલેક્ટર કચેરીએ છેલ્લી ઘડી સુધી ભીડ
પહેલા દિવસે કલેકટર કચેરીએ શરૂઆતના 4 કલાક કાગડા ઊડતા હતા. ત્યારે બીજા દિવસે સવારે 10 વાગ્યાથી છેલ્લી ઘડી સુધી ભીડ જોવા મળી હતી. કલેકટર કચેરીએ વોર્ડ પ્રમાણે જોવા જઈએ તો અમદાવાદ મહાનગરપાલિકાના સરદારનગર, નરોડા, કુબેરનગર, સૈજપુર-બોઘા, ઇન્ડિયા કોલોની, ઠક્કરબાપા નગર, જમાલપુર, ખાડિયા, અસારવા, શાહીબાગ અને શાહપુર જેવા વોર્ડ માટે ફોર્મ ભરવાની જગ્યા નક્કી કરવામાં આવી હતી. બીજા દિવસે ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવતા હતા. જ્યારે કોંગ્રેસમાં છેલ્લી ઘડી સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસમાં કાર્યકરોના રોષ વચ્ચે છેલ્લી ઘડીએ ફોન કરીને સીધા જ ઉમેદવારોને ફોર્મ ભરવાના સ્થળ ઉપર જવા કહેવામાં આવ્યું હતું. જ્યાં તેમને મેન્ડેટ મોકલી આપવામાં આવ્યા હતા.
શાહપુર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રડી પડ્યા
ફોર્મ ભરતી વખતે સામાન્યતઃ ઉમેદવારો પોતાના સિનિયર આગેવાનોની સાથે તેમજ કાર્યકરો સાથે આવ્યા હતા. ઉમેદવારોએ નારા પણ લગાવ્યા હતા. પરિણામે ભીડ વધતા પોલીસે પણ પરિસ્થિતિને સંભાળવી અઘરી બની હતી. છેલ્લી મિનિટ સુધી ફોર્મ ભરવા ઉમેદવારો આવ્યા હતા. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા દરમિયાન કેટલાક યાદગાર ક્ષણો પણ સર્જાયા હતા. જેમાં કોંગ્રેસના દરિયાપુરના સીટીંગ કોર્પોરેટર મોના પ્રજાપતિને છેલ્લી ઘડીએ કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી મેન્ડેટ આપ્યો હતો. તેથી તે ભાવુક બનીને કોંગ્રેસના સિનિયર નેતાના ખભે આંસુ સારતા જોવા મળ્યા હતા. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે આવતા સામ-સામે નારેબાજી પણ જોવા મળી હતી. કોંગ્રેસે છેલ્લી ઘડી સુધી જમાલપુરના સીટીંગ કોર્પોરેટર શાહનવાઝ શેખને ખાડીયાથી લડવા મેન્ડેટ આપ્યું હતું. તેથી તેઓ છેલ્લે ફોર્મ ભરવા કલેકટર કચેરી આવી પહોંચ્યા હતા.
ભૂષણ ભટ્ટે ઇમરાન ખેડાવાલાને પડકાર્યા
પહેલા દિવસે ભાજપના ખાડીયાના ઉમેદવારો ફોર્મ ભરવામાં મોડા પડયા હતા. ત્યારે તેઓ બીજા દિવસે ફોર્મ ભરવા કલેકટર કચેરીએ આવ્યા હતા. તેમની સાથે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ હતા. ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી જ ખાડિયા વોર્ડમાં વિજયી થશે. કોંગ્રેસના જમાલપુર-ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ખડીયાથી ઉમેદવારી નોંધાવવા મોટી વાતો કરતા હતા, પરંતુ હવે તે ગુમ છે. જમાલપુર અને બહેરામપુરામાં ભાજપ જ વિજયી થશે.
સૈજપુર-બોઘા વોર્ડ ભાજપ 1995 થી જીતે છે : મહાદેવ દેસાઈ