ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા - undefined

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવા ગઈકાલે સુરત એરપોર્ટ પર ઉતર્યા આજે ભરૂચમાં વિશાળ જનસભાને સંબોધી હતી. દરમિયાન કેજરીવાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પોતાનું નિશાન બનાવ્યા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા
ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

By

Published : May 1, 2022, 10:02 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નિયત સમય કરતાં વહેલી યોજાઈ શકે છે તેવા સમાચારો વચ્ચે ભાજપ અને પ્રતિસ્પર્ધી આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ થઈ રહ્યું છે. દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવા ગઈકાલે સુરત એરપોર્ટ પર ઉતર્યા આજે ભરૂચમાં વિશાળ જનસભાને સંબોધી હતી. કેજરીવાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પોતાનું નિશાન બનાવ્યા હતા.

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

ભાજપને કોઈ ગુજરાતી પ્રદેશ અધ્યક્ષ ન મળ્યો ?અરવિંદ કેજરીવાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે, ભાજપની ગુજરાતમાં 27 વર્ષથી સત્તા છે. તેમ છતાં તેમને પ્રદેશ અધ્યક્ષ માટે કોઈ યોગ્ય ગુજરાતી ન મળ્યો અને મહારાષ્ટ્રના આયાતી સીઆર પાટીલને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે થોપી બેસાડ્યા. ગુજરાત ભાજપના 27 વર્ષના શાસનની તુલના દિલ્હીના સાત વર્ષ સાથે કરો તમને ફરક સાફ દેખાશે.

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

સી.આર.પાટીલને લઈને વિવાદ:ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીને હટાવ્યા બાદ સી.આર.પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા, ત્યારે પણ ઘણા વિવાદો ઊભા થયા હતા. ગોપાલ ઈટાલીયાએ સી.આર.પાટીલને બુટલેગર કહ્યા હતા. સી.આર.પાટીલ સમક્ષ પોલીસમાં એફઆઈઆર નોંધાઈ છે તેવી પણ વાતો વહેતી થઈ હતી. ગુજરાતના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા તે મુદ્દાનું ટ્વિટ પણ કર્યું હતું.

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

ભાજપનો વળતો જવાબ:ભાજપ દ્વારા પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની વધી રહેલી પકડને લઈને અરવિંદ કેજરીવાલ પર અવારનવાર શાબ્દિક હુમલા કરવામાં આવે છે. જેમાં તેમને ખાલિસ્તાન સમર્થક કહેવામાં આવે છે. આ વિધાન બાદ ભાજપે ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિને અરવિંદ કેજરીવાલ પ્રાંતવાદી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ એમ પણ કહ્યું હતું કે, કેજરીવાલ હરિયાણાના છે અને દિલ્હીના મુખ્યપ્રધાન છે. પંજાબની સરકારને તેઓ રિમોટથી ચલાવે છે. ખરેખર સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપની સંગઠન શક્તિ અને ચૂંટણીઓમાં જીતથી કેજરીવાલ ડરી ગયા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રના સ્થાપના દિવસે રાજકારણીઓ પ્રાંતવાદ પર ઉતરી આવ્યા

કેજરીવાલે કેમ આવું વિધાન કર્યુ ?અરવિંદ કેજરીવાલ જાણે છે કે, એક પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલ કડક સ્વભાવના છે. વિજય રૂપાણી સરકારમાં પણ તેમના કાર્યોથી રાજ્યના અનેક મોટા નેતાઓ નારાજ હતા. હજુ પણ પક્ષમાં સી.આર.પાટીલની કામગીરીને લઈને ક્યાંક અસંતોષ છે તેને બહાર લાવવા કેજરીવાલ પ્રયત્ન કરી રહ્યા છે. વળી આમ કરીને તેઓ ગુજરાતના સામર્થ્યવાન ભાજપના નેતાઓ ઉશ્કેરી રહ્યા છે. જેમાં પૂર્વ પ્રધાનો અને પદાધિકારીઓનો સમાવેશ થાય છે.

ભક્તોનું શુ કહેવું છે ?જો કે, કેજરીવાલના આ વિધાન ઉપર ભક્તોએ સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સી.આર.પાટીલનો જન્મ અવિભાજીત મુંબઈ રાજ્યમાં થયો હતો, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ નહોતા. વળી સી.આર.પાટીલ ગુજરાતના નવસારીના સાંસદ છે. બીજી તરફ ગુજરાતની સંસ્કૃતિ, ઇતિહાસ અને રાજકારણથી પરિચિત છે. તેઓ ગુજરાતી બોલી શકે છે, લખી શકે છે, વાંચી શકે છે અને સુંદર ભાષણ આપી શકે છે. જો કેજરીવાલમાં તાકાત હોય તો ગુજરાતીમાં ભાષણ આપી બતાવે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details