- રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાને જગન્નાથજીને ધરાવ્યો પ્રસાદ
- પ્રસાદમાં મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સૂકા મેવો મોકલ્યો
- સવારે ભગવાનને પ્રસાદમાં બનાવાતી શાહી ખીચડીની સામગ્રી પણ મોકલાવાઈ
અમદાવાદ :ભગવાન જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન દ્વારા પરંપરાગત રીતે ભગવાન જગન્નાથનને પ્રસાદ ધરાવવામા આવે છે, ત્યારે 144મી રથયાત્રામાં પણ વડાપ્રધાન દ્વારા જગન્નાથ મંદિર ખાતે ભગવાનને પ્રસાદ ધરાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો:અમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન
વડાપ્રધાન મોદી દ્વારા પ્રસાદ ધરાયો
વડાપ્રધાન મોદી દ્વારા ભગવાન જગન્નાથનના ચરણોમાં મગ, કાકડી, દાડમ, કેરી, જાંબુ, અને સૂકા મેવાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, સવારે રવિવારે ભગવાનને પ્રસાદમાં બનાવાતી શાહી ખીચડીની સામગ્રી પણ મોકલવામાં આવી છે, ત્યારે કેટલાય વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે. ભગવાનના પ્રસાદને જોવા પણ લોકો ટોળે વળ્યાં હતા.
આ પણ વાંચો:144th Rathyatra: મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિરને ચાંદીનો રથ આપ્યો ભેટમાં
RAFની ટુકડી તૈનાત કરાઈ
ભગવાન જગન્નાથ મંદિરમાં દિલીપદાસજી દ્વારા ભગવાનના ચરણોમાં પ્રસાદ ચઢાવવામાં આવ્યો છે. હાલમાં ભક્તો વધતા મંદિર પરિસરમાં વધુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રથોની ફરતે RAFની ટુકડી તૈનાત કરવામાં આવી.