ગુજરાત

gujarat

ETV Bharat / city

Jagannath Rathyatra 2022: શા માટે ભગવાન જગન્નનાથ આજની રાત્રી રથમાં પસાર કરશે, શું છે આ લોકવાયકા પાછળનું કારણ...

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022) શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ સાંજે નીજ મંદિર પરત ફરી છે. ભગવાન જગન્નાથ(Bhagwan Jagannath Rathyatra) આજની(શુક્રવારે) રાત્રી રથમાં જ પસાર કરવી પડશે જાણો કેમ ભગવાન આજની રાત્રી રથમાં પસાર કરશે.

Jagannath Rathyatra 2022: રથયાત્રાના દિવસે ભગવાન રાત્રીના રથમાં પસાર કરશે, આ લોકવાયકા પાછળ શું છે કારણ....?
Jagannath Rathyatra 2022: રથયાત્રાના દિવસે ભગવાન રાત્રીના રથમાં પસાર કરશે, આ લોકવાયકા પાછળ શું છે કારણ....?

By

Published : Jul 1, 2022, 10:52 PM IST

Updated : Jul 2, 2022, 7:32 AM IST

અમદાવાદ: ભગવાન જગન્નાથ 145મી રથયાત્રા(Jagannath Rathyatra 2022) આજ((શુક્રવારે)) જમાલપુરમાં સ્થિત જગન્નાથ મંદિર(Jagannath Temple located in Jamalpur) ખાતે ખુબ જ શાંતિ પૂર્ણ મહિલામાં નીજ મંદિર પરત ફરી છે.જગતનો નાથ જગન્નાથ, ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે વહેલી સવારે નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારેથી ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભગવાન નીજ મંદિર(Lord Jagannath Temple) તો પરત ફર્યા છે.પરંતુ તેમને અષાઢી બીજીની આખી રાત રથમાં જ ગુજારવી પડશે.

ભગવાન જગન્નાથ આજની રાત્રી રથમાં જ પસાર કરવી પડશે જાણો કેમ ભગવાન આજની રાત્રી રથમાં પસાર કરશે.

આ પણ વાંચો:Jagannath Rath yatra 2022: જગન્નાથની રથયાત્રામાં ભક્તોએ ઉત્સાહની સાથે ભગવાનના આર્શીવાદ લીધા

સૌથી વ્હાલા પટરાણી રિસાયા -ભગવાન કૃષ્ણે સૌથી વ્હાલા પટરાણી રૂકમણીજી હતા.ભગવાન જ્યારે સવારે નગરચર્યાએ નીકળ્યા તે સમયે ભાઈ બલરામ, બહેન સુભદ્રા સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ સૌથી વહાલી પટરાણી રુકમણીજી સાથે ના લઈ જતા, તે રિસાઈ ગયા હતા. જ્યારે ભગવાન તેમના ભાઈ અને બહેન સાથે નગરચર્યાથી પરત ફર્યા ત્યારે રુકમણીજીએ દ્વાર ના ખોલ્યા. જેના કારણે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા બહાર સુઈ રહેવું પડયું હતું. તેથી લોકવાયકા(Jagannath rathyatra History) પ્રમાણે ભગવાન જગન્નાથજીને આજની રાત્રી રથમાં જ પસાર કરવી પડશે.

આ પણ વાંચો:જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો

સવારે નજર ઉતારવાની વિધિ થશે -અષાઢી સુદ ત્રીજના દિવસે સવારે ભગવાનને ગર્ભ ગૃહએ લાવવામાં આવશે. તે પહેલા રથ પર જ ભગવાનની નજર ઉતારવાની વિધિ કરવામાં આવશે. નગરચર્યા દરમિયાન ભગવાનને કોઈની નજર ટોક લાગી હોય તો તેને ઉતારીને પછી પૂજા કરવામાં આવશે.પૂજા વિધિ પૂર્ણ થયા બાદ ભગવાનને મંદિરમાં લાવવામાં આવશે.આમ વર્ષમાં એક જ વાર રથમાં જ આરતી કરવામાં આવે છે અને ભગવાન રથમાં શયન કરે છે.

Last Updated : Jul 2, 2022, 7:32 AM IST

ABOUT THE AUTHOR

...view details