- દિવાળીએ દીપદાનનું વિશેષ મહત્વ
- શાસ્ત્ર અને ગ્રંથોમાં દીપદાનનું મહત્વ
- દિપદાનના અનેક ફળ
અમદાવાદ: સામાન્ય રાતે આપણે દિવાળીમાં ઘરની બહાર દિપ પ્રગટાવીએ છીએ. જે અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. તેવી જ રીતે દિવાળીમાં દીપદાન (deepdan in diwali ) કરીને અનેક શુભ ફળ મેળવી શકાય છે. દીપદાનનું મહત્વ શાસ્ત્ર અને ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે, તે ત્વરિત ફળ આપનારું છે.
કેવી રીતે કરવું દીપદાન?
જ્યોતિષાચાર્ય ડો. હેમિલ લાઠિયા જણાવે છે કે, તહેવારોમાં, ગ્રહણમાં અને વિશિષ્ટ સંજોગોમાં દીપદાન વિશિષ્ટ ફળ આપનારું છે. દિપાવલીમાં દીપદાન ઉત્તમ ફળ આપનાર છે. દીપદાન કરવા માટે એક કોડિયામાં તેલ ભરીને તેમાં આડી વાટનો દીવો મૂકવામાં આવે છે. તે કોડિયાને એક ઘઉં ભરેલી ડીશમાં મુકવામાં આવે છે અને બાજુમાં સાકર મુકાય છે. દિવાળીના દિવસોમાં આ કોડીયાને રાત્રિના સમયે ટેનામેન્ટમાં, ખુલ્લી જગ્યામાં કે ફ્લેટની અગાસીમાં મૂકીને દીપદાન કરવામાં આવે છે.
આ પણ વાંચો:હર હર મહાદેવ: દિવાળીમાં સન્મુખ અને ઓનલાઇન દર્શન કરી શકશે સોમનાથ મહાદેવના ભક્તો