ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઈકોર્ટે બેન્ક ગેરેન્ટીને આધાર માનીને GST વિભાગને માલ અને વાહન છોડવાનો હુકમ કર્યો - માલવાહન

મસાલાના વ્યવસાય સાથે સંકળાયેલી પેઢીનું વાહન અને માલ GST વિભાગ દ્વારા જપ્ત કરાતા દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અરજદારને બેન્કમાં ટેક્સ અને પેનલ્ટીની રકમ 1.70 લાખ અને બેન્ક ગેરેન્ટી જમા કરાવ્યા બાદ જીએસટી સત્તાધીશોને વાહન અને માલ છોડી મૂકવાનો નિર્દેશ કર્યો હતો.

બેન્ક ગેરેન્ટીને આધાર માનીને હાઈકોર્ટે GST વિભાગને માલ અને વાહન છોડવાનો હુકમ કર્યો
બેન્ક ગેરેન્ટીને આધાર માનીને હાઈકોર્ટે GST વિભાગને માલ અને વાહન છોડવાનો હુકમ કર્યો

By

Published : Sep 23, 2020, 8:13 PM IST

અમદાવાદઃ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચે મહત્વપૂર્ણ ચૂકાદો આપતાં કહ્યું હતું કે, અરજદાર ટેક્સ અને પેનલ્ટીની રકમ જમા કરાવે અને ત્યારબાદ સત્તાધીશોને વાહન અને માલ છોડી દેવાનો આદેશ કર્યો હતો. હાઈકોર્ટે બેન્ક ગેરંટીને આધાર રાખીને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. જીએસટી વિભાગે તપાસ કર્યા બાદ સેકશન-130 હેઠળ વાહન અને તેમાં રહેલો માલ કબ્જે લીધો હતો. આ માલ અને વાહન છોડાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી.

બેન્ક ગેરેન્ટીને આધાર માનીને હાઈકોર્ટે GST વિભાગને માલ અને વાહન છોડવાનો હુકમ કર્યો
આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદની ખાનગી પેઢી મસાલાનો વેપાર કરે છે અને કર્ણાટકથી માલ અમદાવાદ આવી રહ્યો હતો. ત્યારે સુરતના સોનગઢ પાસે જીએસટી વિભાગે ગાડી અને માલ બન્ને કબ્જે લીધા હતાં.

ABOUT THE AUTHOR

...view details