અમદાવાદ: ગુજરાતમાં ઓમિક્રોને (omicron variant in gujarat) નવી ચિંતા ઉભી કરી દીધી છે. આ નવો વેરિયન્ટ ધીમે-ધીમે રાજ્યમાં પ્રસરી રહ્યો છે. અમદાવાદમાં આજે ઓમિક્રોનના નવા 5 કેસ (omicron cases in ahmedabad) સામે આવતા તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના કેસો (corona cases in gujarat)માં સતત ધરખમ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોનનો વિસ્ફોટથયો છે. અમદાવાદમાં આજે એક સાથે 3 મહિલા અને 1 બાળકી અને 1 પુરૂષ ઓમિક્રોનથી સંક્રમિત મળ્યા છે.
પાંચેય દર્દીનું વિદેશ કનેક્શન
આ સાથે શહેરમાં ઓમિક્રોન સંક્રમિતોની સંખ્યા 7 થઈ ગઈ છે. ગુજરાતમાં ઓમિક્રોનથી સંક્રમિતોની કુલ સંખ્યા 19 થઈ ગઈ છે. અમદાવાદમાં કોંગોથી આવેલી એક 32 વર્ષીય મહિલા અને એક 8 વર્ષની બાળકી પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેઓના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેઓનો રીપોર્ટ ઓમિક્રોનથી સંક્રમિત આવ્યો હતો. તો દુબઈથી આવેલી એક મહિલામાં પણ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે, જ્યારે એક 42 વર્ષિય પુરૂષ તાન્ઝાનિયાથી આવ્યો હતો. તેનો ઓમિક્રોનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તો એક યુકેથી આવેલી 40 વર્ષીય મહિલા પણ ઓમિક્રોનથી સંક્રમિત મળી છે.
ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 23 કેસ