અમદાવાદઃ એક તરફ વિશ્વના દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ સતત (Corona Omicron Case in Gujarat) વધી રહ્યા છે. ઓમિક્રોનના વધી રહેલા સંક્રમણના કારણે કેસોની સંખ્યા પણ (Corona Omicron Case in Gujarat) ઝડપથી વધી રહ્યા છે. સુત્રો મુજબ ઓમિક્રોનના ત્રણ સબ-લીનિએજ એટલે કે સ્ટ્રેઈન મળી આવતા (Omicron Sub Variant in Gujarat) તંત્રની ઊંઘ ઊડી ગઈ છે, જેમાં BA.1, BA.2 અને BA.3 સામેલ છે. ઓમિક્રોનના કહેર સામે ઝઝૂમી રહેલા યુકેમાં હવે BA.2 સ્ટ્રેઈનના કેસો ઝડપથી વધી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો-Gujarat Corona Update: હાશ.....રાજ્યમાં કોરોનાના કેસોમાં ધટાડો પણ એક જ દિવસમાં 19 લોકોના મૃત્યુ
ગુજરાતમાં એકસાથે આવ્યા 41 કેસ
મળતી માહિતી મુજબ ઓમિક્રોનના સબ વેરિયન્ટની ગુજરાતમાં (Omicron Sub Variant in Gujarat) એન્ટ્રી થઈ ગઈ છે. ઓમિક્રોનના પેરન્ટ લિનિયેજ અને સબ-લિનિયેજ વેરિઅન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઈ છે. રાજ્યમાં એક સાથે ઓમિક્રોનના સબ વેરિઅન્ટના (Omicron Sub Variant in Gujarat) 41 કેસ સામે આવતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો (Corona Testing in Gujarat) કરાયો છે.
આ પણ વાંચો-જૂનાગઢ અને પોરબંદર બાદ હવે અમરેલી જિલ્લામાં પણ કોરોના કેસોમાં થયો વધારો
ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની ગંભીરતા ઓછી
સૌથી ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણોની ગંભીરતા (Omicron Sub Variant in Gujarat) ઓછી છે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. UKHSAએ કહ્યું કે, અમને આશા છે કે, પુખ્ત વયના લોકોમાં ઓમિક્રોનની ગંભીરતા ઓછી છે. બીજી તરફ UKHSA ચેતવણી આપી છે કે, BA.2 સ્ટ્રેઈનમાં 53 સિક્વન્સ છે, જે અત્યંત ચેપી છે. તેમાં કોઈ ચોક્કસ મ્યુટેશન જોવા મળ્યા નથી, જેના કારણે તેને ડેલ્ટા વેરિઅન્ટથી સરળતાથી ઓળખી શકાય છે.
ટોચના 20 ઓમિક્રોન લક્ષણો
યુકેની ZOE એપ કે જેના પર દર્દીઓ COVID-19 ના લક્ષણોની જાણ કરે છે તે મુજબ, દર્દીઓએ રાત્રે પરસેવો, ભૂખ ન લાગવી અને ઉલ્ટી થવાની પણ જાણ કરી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઓમિક્રોનના લગભગ 20 લક્ષણો છે, જેમ કે:
1. છીંક આવવી
2. વહેતું નાક
3. સતત ઉધરસ
4. માથાનો દુખાવો
5. ગળું
6. થાક