અમદાવાદઃ એક તરફ રાજ્યમાં કોરોનાના (Corona Cases in Gujarat) કેસ વધી રહ્યા છે. તેવામાં અધૂરામાં પૂરું ઓમિક્રોન કરી (Omicron Cases in Gujarat) રહ્યું છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ આવેલા એક વૃદ્ધનું મૃત્યુ (Omicron suspect dies at Sola Civil Hospital) થયું છે. ત્યારે હવે તંત્ર દોડતું થયું છે. મૃતકમાં ઓમિક્રોનના મોટા ભાગના લક્ષણો હતા. જોકે, તેમનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે અને જો આ મૃતકનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવશે તો આ દેશમાં ઓમિક્રોનથી પહેલું (Omicron may be the first death in the country) મૃત્યુ હશે.
આ પણ વાંચોઃOmicron in Gujarat: વિદેશથી આવેલ મુસાફરોના ટેસ્ટિંગ નિયમો બદલાયા
મૃતક દર્દીના સેમ્પલ પૂણે લેબમાં મોકલાયા
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક વૃદ્ધનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તેમની અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, તેમને ઓમિક્રોન હોઈ શકે તેવી શક્યતાને જોતા દર્દીના કેટલાક સેમ્પલને પૂણે લેબમાં જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. એટલે જો હવે તેમનો ઓમિક્રોન પોઝિટિવ આવશે તો ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ (Omicron may be the first death in the country) ગણાશે.