ગુજરાત

gujarat

ETV Bharat / city

Omicron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ - couple from tanzania tested omicron positive

દુનિયાભરમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો હાહાકાર (Omicron Cases In india)જોવા મળી રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) કરતા વધારે ખતરનાક (Omicron Cases In Ahmedabad) માનવામાં આવી રહ્યો છે. આ વેરિઅન્ટ હાલ દુનિયાના 90થી વધારે દેશોમાં પહોંચી ગયો છે. કોરોનાના આ ખતરનાક વેરિઅન્ટે ભારત અને ગુજરાતમાં પણ દસ્તક(couple from tanzania tested omicron positive) આપી છે.

Omicron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ
Omicron Cases In Ahmedabad: અમદાવાદ SVP હોસ્પિટલમાં તાન્ઝાનિયાથી પરત ફરેલા દંપતિ ઓમીક્રોન પોઝિટિવ

By

Published : Dec 20, 2021, 9:38 AM IST

અમદાવાદ: દેશમાં ઓમિક્રોનના આતંક વચ્ચે અમદાવાદમાં ઓમિક્રોન વેરિઅન્ટની હાલ (Omicron Cases In Ahmedabad) પુષ્ટી થઈ છે. અમદાવાદમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા છે. પોઝીટીવ આવનાર 48 વર્ષીય પુરૂષ લંડનથી દુબઇ થઈ અમદાવાદ આવેલ હતા. દર્દીને સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે, જેઓ મૂળ આણંદના વતની છે. હાલ દર્દીની હાલત સંપૂર્ણ સ્વસ્થ બતાવવામાં આવી રહી છે. તો બીજી તરફ ઓમિક્રોન વેરિઅન્ટના વધુ 2 કેસની પુષ્ટી થઈ હતી. અમદાવાદમાં પોઝિટિવ મળેલા આ બન્ને વ્યક્તિ પતિ-પત્ની છે, અને તાન્ઝાનિયાથી (couple from tanzania tested omicron positive) અમદાવાદ આવ્યા હતા. આ દંપતિ 11 ડિસેમ્બરે અમદાવાદ પરત ફર્યુ હતું.

દંપતિને સારવાર માટે SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

તેઓ ગત 11 ડિસેમ્બરે અમદાવાદ એરપોર્ટ પર કોરોના પોઝિટિવ આવતા SVPમાં સારવાર હેઠળ (SVP Hospital Ahmedabad) દાખલ થયા હતા. જેમના સેમ્પલને જીનોમ સિક્વન્સી માટે પુણે મોકલવામાં આવ્યા હતા. જે પોઝિટિવ આવ્યા હતા. જો કે હાલ આ દંપતિને સારવાર માટે SVP હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બન્ને પોઝિટિવ કેસમાં પતિની ઉંમર 47થી વધુ વર્ષ અને પત્નીની ઉંમર 45થી વધુ વર્ષ છે, આ પતિ-પત્ની તાન્ઝાનિયાથી પરત ફર્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details