ગુજરાત

gujarat

ETV Bharat / city

OMG: અમદાવાદમાં જીવતા પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસે 8 લાખ રૂપિયા પડાવનારી યુવતી ઝડપાઈ - ક્રાઈમબ્રાન્ચે મહિલાની કરી ધરપકડ

પૈસાની લાલચમાં લોકો અત્યારે તમામ હદ વટાવી નાખે છે. તેનું એક ઉદાહરણ જોવા મળ્યું અમદાવાદમાં. શહેરમાં એક યુવતીએ તેના પતિને મધ્યપ્રદેશ મોકલ્યા બાદ તેનું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવી લીધું હતું અને આ સર્ટિફિકેટ વીમા પોલિસીના નામે 8 લાખ રૂપિયા પડાવવા માટે બનાવ્યું હતું. જોકે, ક્રાઈમબ્રાન્ચની ટીમે 2 આરોપીની ધરપકડ કરી હતી.

OMG: અમદાવાદમાં જીવતા પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસે 8 લાખ રૂપિયા પડાવનારી યુવતી ઝડપાઈ
OMG: અમદાવાદમાં જીવતા પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસે 8 લાખ રૂપિયા પડાવનારી યુવતી ઝડપાઈ

By

Published : Jul 9, 2021, 12:06 PM IST

Updated : Jul 9, 2021, 1:49 PM IST

  • જીવતા પતિનું ડેથ સર્ટિફિકેટ બનાવીને પત્નીએ 8 લાખ રૂપિયા પડાવ્યા
  • મઘ્યપ્રદેશથી પતિ પરત આવ્યો ત્યારે પત્નીએ તેને ઘરની બહાર કાઢી મુક્યો
  • ક્રાઇમબ્રાન્ચે પત્ની અને અન્ય એક શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ વર્તમાન સમયમાં પૈસાની લાલચમાં લોકો કંઈ પણ કરવા તૈયાર છે. કેટલાક લોકો છેતરપિંડી તો કેટલાક લોકો દાદાગીરીથી પૈસા કમાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદના નરોડામાં તો એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં એક યુવતીએ વીમા કંપની પાસેથી 8 લાખ રૂપિયા પડાવવા માટે પોતાના પતિને મધ્યપ્રદેશ મોકલી દીધો હતો. ત્યારબાદ તેના પતિનું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. જોકે, ક્રાઈમબ્રાન્ચે આરોપી યુવતી સહિત અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી છે.

આ પણ વાંચો-વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીનું કૌભાંડ ઝડપી પાડ્યું, 7 આરોપી ઝડપાયા

યુવતીએ તેના પતિને ઘરમાંથી બહાર કાઢી નાખ્યો હતો

આ અંગે મળતી વિગત અનુસાર, નરોડામાં રહેતી નંદા મરાઠીએ તેના પતિ નિમેશ મરાઠીને મધ્યપ્રદેશ મોકલી દીધો હતો. ત્યારબાદ તેનું નકલી ડેથ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસેથી 8 લાખ રૂપિયાનો પ્લાન બનાવ્યો હતો અને બંને આરોપીએ વીમા કંપની પાસેથી પૈસા પડાવી પણ લીધા હતા. આરોપી નંદા મરાઠી સાથે હરિકૃષ્ણ સોની પણ જોડાયેલો હતો. જોકે, નિમેશ મરાઠી ઘરે પરત આવ્યો ત્યારે તેની પત્નીએ તેને બહાર કાઢી દીધો હતો. જોકે, નિમેશ મરાઠી બેરોજગાર હોવાથી પૈસાની લાલચમાં નંદા મરાઠીએ આ કૃત્ય કર્યું હતું. ત્યારે નિમેશે પોલીસને આ અંગે જાણ કરતા ક્રાઈમબ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો-પૈસા માટે નહીં પણ બીજા ગ્રાહક સાથે આવી છેતરપિંડી ન થાય તે માટે કેસ કર્યો

પત્ની પર શંકા જતા નિમેશે જન્મ-મરણ વિભાગમાં તપાસ કરી હતી

નિમેષ મરાઠીએ 15 વર્ષ પહેલા વીમો લીધો હતો અને તે પ્રિમીયમ ભરતો હતો. તેમની પત્ની નંદાને ખબર હતી કે, પતિના મોત બાદ લાખો રૂપિયાનો વીમો મળશે. આથી પતિ ત્રણ મહિના માટે મધ્યપ્રદેશ ગયો ત્યારે નંદાએ તેમનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું અને વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી 8 લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લીધી છે. આની જાણ તેના પતિ નિમેષને થતા તેણે જન્મ-મરણ વિભાગ ખાતે જઈ તપાસ કરતા વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું ડેથ સર્ટિફિકેટ બની ગયું હતું. આથી તેમને પાક્કી શંકા ગઈ હતી કે, તેમની પત્નીએ ડેથ સર્ટિફિકેટ બનાવ્યું હતું. જેથી તેણે ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા આ આ મહિલાનો પર્દાફાશ થયો હતો. મહત્વનું છે કેસ પત્ની નંદાનુ કાંડ પતિને ખબર થતા તેણે આ બાબતે પત્નીને પૂછતા તેણે નિમેશને ઘરમાંથી કાઢી મુક્યો હતો. અને ફૂટપાથ પર રેહવાનો વખત આવ્યો હતો. નિમેષે પત્નીનો પ્રર્દાફાશ કર્યો હતો. હાલમા ક્રાઈમબ્રાન્ચે નંદા મરાઠી અને હરિકૃષ્ણની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે.

Last Updated : Jul 9, 2021, 1:49 PM IST

ABOUT THE AUTHOR

...view details