દિકરો ન હોય તે માતા-પિતાએ વૃદ્ધા અવસ્થામાં પોતાનું જીવન ગુજારવાની ચિંતા નહીં કરવી પડે. અમદાવાદના નારણપુરા ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતા દિનેશ મિસ્ત્રીએ આ અંગે સમાજને નામ સંદેશો આપ્યો છે.
હવે સંતાનમાં બે દિકરીઓ ધરાવતા વૃદ્ધોને પણ મળશે પેન્શન! - gujarati news
અમદાવાદઃ સામાન્ય રીતે સંતાનમાં દિકરો ન ધરાવતા મા-બાપ હંમેશા ચિંતિત રહેતા હોય છે કે તેમનું ઘડપણ કેવી રીતે ગુજરશે? તેવા કિસ્સામાં હવે ગુજરાત સરકાર દ્વારા સંતાનમાં દિકરો ન હોય અને બે દિકરીઓ ધરાવતા હોય તેવા વૃદ્ધોને પેન્શન આપવાની યોજના અમલી કરાઈ છે. જેનો સંદેશ વૃદ્ધાશ્રમમાં રહેતા દિનેશ મિસ્ત્રીએ આપ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા ચાલતી એક યોજના મુજબ જે વૃદ્ધો સંતાનમાં પુત્ર ન ધરાવતાં હોય પરંતુ તેમને બે દિકરીઓ હોય તેમને સરકાર તરફથી 750 રૂપિયા પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. માસિક રીતે આપવામાં આવતા આ રૂપિયા વૃદ્ધોને જીવન પર્યત આપવામાં આવે છે. જેથી વધુમાં આ પ્રકારના વૃદ્ધો આ યોજનાનો લાભ લે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
ETV BHARATના માધ્યમથી વૃદ્ધાશ્રમના દિનેશ મિસ્ત્રીએ આ સંદેશાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માંગ કરી છે. ત્યારે ETV BHARAT પણ આ યોજના એવાં તમામ જરૂરિયાત મંદ વૃદ્ધો સુધી પહોંચાડવા અને જાગૃતતા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.