- વૃદ્ધાઆશ્રમના નિરાધાર વૃદ્ધો આજે બન્યા લોકોનો આધાર
- વૃદ્ધો દ્વારા કોરોના દર્દી માટે ટીફીનસેવા શરૂ કરવામાં આવી
- કોરોના દર્દીઓને વૃદ્ધાઆશ્રમ દ્વારા જમવાનું પહોંચાડવામાં આવે છે
અમદાવાદ: કોરોનાના કારણે લોકોને માનસિક અને આર્થિક બંને રીતે નુકસાન થયું છે ત્યારે આર્થિક સંકડામણ, ઘર કંકાસ, બેરોજગારી પણ વધી છે. જેની અસર હવે અનેક લોકોના પરિવાર પણ થઈ છે. ઘરમાં અલગ અલગ કારણોસર વૃદ્ધોને હેરાનગતિ થતી હતી જેના કારણે વૃદ્ધોને વૃદ્ધાશ્રમમાં મુકવામાં આવ્યા કે કેટલાક વડીલોએ સ્વેચ્છાએ વૃદ્ધાશ્રમમાં જવાનું પસંદ કર્યું છે. જેથી કોરોનાના કારણે વૃદ્ધાશ્રમમાં પણ હવે ભરાવા લાગ્યા છે ત્યારે વૃદ્ધાઆશ્રમના સંચાલક અને વડીલો દ્વારા એક મિટિંગ યોજી હતી. તેમાં તેમને નિર્ણય કર્યો કે જે કોરોનાના દર્દીઓને આપણે મફતમાં જમવાનું આપીશું ત્યારે વૃદ્ધ દ્વારા જમવાનું બનાવીને કોરોનાના દર્દીઓ સુધી પહોંચાવાનું કામ આ વૃદ્ધાઆશ્રમ દ્વારા કરવામાં આવે છે.
વધુ વાંચો:વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરનાર 18થી 44 વયના લોકોને સ્લોટ બુકિંગનો વિકલ્પ મળ્યો