ગુજરાત

gujarat

ETV Bharat / city

Old Man Beaten Up in Ahmedabad: વૃદ્ધે એવું તો શું કર્યું કે પિતા-પુત્રોએ લાકડી વડે માર્યો માર, મામલો પોલીસ સ્ટેશન પહોંચતા 3 લોકોની થઈ ધરપકડ - અમદાવાદમાં વૃદ્ધ પર હુમલો

અમદાવાદના ખોખરામાં પિતા પુત્ર વચ્ચે ચાલી રહેલો ઝઘડો (Old Man Beaten Up in Ahmedabad) જોઇ રહેલા વૃદ્ધ પર પિતા પુત્રએ હુમલો કર્યો હતો. 2 પુત્રો અને પિતાએ વૃદ્ધના હાથ પકડીને લાકડી વડે માર માર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ થતાં ત્રણેય પિતા પુત્રોની ધરપકડ કરવામાં આવી છે.

વૃદ્ધે એવું તો શું કર્યું કે પિતા-પુત્રોએ લાકડી વડે માર્યો માર
વૃદ્ધે એવું તો શું કર્યું કે પિતા-પુત્રોએ લાકડી વડે માર્યો માર

By

Published : Apr 23, 2022, 8:37 PM IST

અમદાવાદ: ખોખરામાં પિતા-પુત્રનો ઝઘડો જોઈ રહેલા એક વૃદ્ધ પર પિતા-પુત્રએ લાકડીઓ વડે હુમલો (Old Man Beaten Up in Ahmedabad) કરતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Crime In Ahmedabad) નોંધાઇ છે. આ મામલે પોલીસે પિતા-પુત્રોની ધરપકડ કરી છે. નરેન્દ્ર સિંઘની 2 પુત્રો ચેતન અને અક્ષય સાથે ભેગા મળી પાડોશી વૃદ્ધને માર મારવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

3 પિતા-પુત્રોએ વૃદ્ધને માર માર્યો.

આ પણ વાંચો:Electric charging station: અમદાવાદ શહેરમાં બનશે 100 જેટલા ઈ ચાર્જીંગ સ્ટેશન

લાકડી વડે ફટકા માર્યા- ખોખરાની કર્મભૂમિ સોસાયટી (Karmabhumi Society In Khokhra)માં રહેતા વૃદ્ધ સુધાકર પાટીલ ઓટલે બેઠા હતા. તે દરમિયાન પાડોશી પિતા નરેન્દ્ર અને પુત્ર અક્ષય વચ્ચે ઝઘડો (Fight In Ahmedabad) ચાલી રહ્યો હતો જે ઝઘડો ઓટલા પર બેઠા સુધાકર પાટીલ જોઈ રહ્યા હતા. આ કારણે આરોપી પિતા-પુત્રોએ ભેગા મળી વૃદ્ધ સુધાકર પાટીલને લાકડીઓ વડે ફટકા (Attack On Old Man In Ahmedabad) માર્યા હતા. તેમણે "તમે કેમ અમારા ઘરનો ઝઘડો જોવો છો?" એમ કહીને અપશબ્દો બોલી માર માર્યો હતો.

આ પણ વાંચો:Complaint Against Tiktok Star in Ahmedabad : કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ, યુવતીની છેડતી સહિતના કયા ગુના નોંધાયા જાણો

પુત્રવધુ અને પુત્રી બચાવવા વચ્ચે પડ્યાં-પિતા-પુત્રોએ પૂછપરછમાં કબૂલાત કરી છે કે, વૃદ્ધ સુધાકરના પિતા નરેન્દ્ર અને પુત્ર ચેતને હાથ પકડી રાખ્યા અને પુત્ર અક્ષયએ વૃદ્ધના માથા પર લાકડીના ફટકા માર્યા હતા. વૃદ્ધને છોડાવવા ઘરમાં રહેલી પુત્રવધુ અને પુત્રી વચ્ચે પડતા પિતા-પુત્રએ બંને પર ગળું દબાવી હુમલો કર્યો. ફરિયાદીનો આક્ષેપ કર્યો છે કે, હુમલો કરનારા પિતા-પુત્રો દારૂના નશા (Alcohol intoxication In Ahmedabad)માં હતા. તેઓ બીભત્સ ગાળો બોલી માર મારી ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી દીધી છે. હુમલો કરનારા 2 પુત્રો ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. અગાઉ કોઈ ગુનો છે કે કેમ તે દિશામાં ખોખરા પોલીસે તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details