અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં ગુરુવારથી એટલે કે 3 સપ્ટેમ્બરથી લો અને માસ્ટર્સમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. તેના માટે આગમચેતી પગલાં ભરી લેવામાં આવ્યા છે. કોરોના કાળમાં પરીક્ષા હોવાથી કોવિડ-19ની ગાઈડલાઈન્સ પ્રમાણે સેનેટાઈઝર, ટેમ્પ્રેચર, સોશિયલ ડિસ્ટન્સની તૈયારી પણ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા સમય કરતા એક કલાક પહેલા પ્રવેશ અપાશે. ગુરુવારથી ગુજરાત યુનિવર્સીટીની ઓફલાઈન પરીક્ષાઓ શરૂ થશે.
3 સપ્ટેમ્બરથી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ - લો અને માસ્ટર્સ
ગુજરાત યુનિવર્સિટીમાં ગુરુવારથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારીને લઈને 2 તબક્કામાં પરીક્ષા લેવાશે. 3 અને 12 સપ્ટેમ્બરે એક લાખ જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે.
કોરોના સંક્રમણને કારણે જુદા-જુદા કોર્ષનાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવાનો નિર્ણય કર્યો છે. 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરના રોજ અંદાજે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા આપશે.
કોવિડની ગાઈડલાઈન્સ પ્રમાણે પરિક્ષા કેન્દ્રના તમામ વર્ગખંડો સેનેટાઇઝ કરાયા છે. પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ટેમ્પરેચરની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ અપાશે. આ સાથે જ એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી સોશિયલ ડિસ્ટનસિંગ સાથે પરીક્ષા લેવાશે. તમામ તકેદારી સાથે પરીક્ષાના સમય કરતા 1 કલાક પહેલાં પરિક્ષાખંડમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાશે.