- રેમડેસીવીર ગેરકાયદે લે વેચ સામે હાઇકોર્ટમાં સુનાવણી
- કેસમાં પાસા લાગવાની શંકાએ થઈ અરજી
- રેમડેસીવીર સામે પાસા કઈ રીતે લાગે કોર્ટે કર્યો સવાલ
અમદાવાદ- ભરૂચમાં બે વ્યક્તિઓ ગેરકાયદે રેમડેસીવીરના 9 ઇન્જેક્શનોના લે વેચ સાથે ઝડપાયા હતા. તપાસમાં તેમણે ડોક્ટર સિદ્ધાર્થ મહેડા પાસેથી ઇન્જેક્શન મેળવતા હોવાની વાત કહી અને બદલામાં તેમને કમિશનના રૂપિયા 3 હજાર મળતા હોવાના આરોપો મુક્યાં હતા. કેસમાં તેમને પાસા લાગશે તેવી શંકા હોવાથી કોર્ટમાં અરજી કરી હતી.
આ પણ વાંચો-Gujarat High Court: 1 રેમડેસીવીર ઇન્જેક્શન રાખવા બદલ પાસાનો ગુનો નોંધતી પોલીસની ઝાટકણી
કોર્ટે આજે 2:30 વાગે જવાબ રજૂ કરવા કહ્યું હતું
આજે આ સુનાવણીમાં અધિકારીઓનો પક્ષ મુકતા સરકારી વકીલે એવી રાજૂઆત કરી હતી કે, અધિકારીઓએ હજુ 4 એકપ્લેનેશન આપ્યા નથી તેથી તેમને મુદત આપવમાં આવે, આ સામે કોર્ટે આજે 2:30 વાગે જવાબ રજૂ કરવા કહ્યું હતું.
આ પણ વાંચો- હાઇકોર્ટના અલ્ટીમેટમ બાદ ભાજપના ગુજરાત અધ્યક્ષ સીઆર પાટીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું
સરકારી અધિકારીએ મુદત માંગતા કોર્ટે શું તારણ કાઢ્યું?
સરકારી વકીલે અધિકારીઓએ હજુ એક્સપ્લેનેશન આપ્યું ન હોવાથી મુદતની માંગણી કરતા કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, મદદ માગવાનો કોઈ મતલબ નથી અધિકારીઓ પાસે જવાબ ન હોય એટલે કોર્ટમાં મુદત માંગે છે. આ ભૂલ સિસ્ટમને ખોરવી રહી છેની કામગીરી વિશ્વસનીયતા પર ટકી છે. અધિકારીઓને એ ખ્યાલ હોવો જોઈએ. અધિકારીએ 2:30 વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરવો પડશે. 2:30 વાગે સુનાવણીમાં અધિકારીએ કેસમાં પાસા નહીં લગાવવામાં આવે તેવી રાજૂઆત કરતા કોર્ટે અરજી ડિસમિસ કરી હતી.