- કોરોનાથી મોતના વાસ્તવિક આંકડા આઠથી દસ ગણા વધારે : મોઢવાડિયા
- કોરોનાના મોરચે વણસતી જતી સ્થિતિથી ડરતી સરકાર સાચા આંકડા છુપાવી રહી છે : મોઢવાડિયા
- સરકાર સાચા આંકડા જાહેર કરે તેવી કોંગ્રેસની માગ
અમદાવાદ : રાજ્યમાં કોરોનાના મોરચે સ્થિતિ વણસી રહી છે અને આ વણસેલી સ્થિતિથી ડરેલી સરકાર કોરોનાના કેસના સાચા આંકડા છુપાવી રહી છે, એમ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. સરકાર સ્મશાનના આંકડા પણ છુપાવી રહી છે. વાસ્તવમાં મોતના આંકડા જ આઠથી દસ ગણા છે. સરકાર કરોાનથી મૃત્યુ પામેલા દર્દીઓની જે સંખ્યા બતાવી રહી છે, તેની વચ્ચે 8થી 10 ગણુ અંતર છે. સરકારે સાચા આંકડા જાહેર કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. ગુજરાત આંકડા છુપાવવામાં બિહાર પછીના બીજા ક્રમે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદમાં સરકારી ચોપડે 2,739 કેસ દર્શાવવામાં આવે છે. તેની સામે ખાનગી હોસ્પિટલો પૂરેપૂરી ભરેલી છે. તેમા કુલ 3,182માંથી 2,845 દર્દી સારવાર લઈ રહ્યા છે, જેમા 2,916 દર્દી સરકારી દવાખાનામાં છે.
સરકાર અધિકારીઓના રવાડે ન ચડે અને પ્રજાને સાચી માહિતી આપે કે આટલા કેસ છે : કોંગ્રેસ
ICUમાં 440 બેડ છે. તેમાથી 30 જ ખાલી છે. આ સિવાય 210 વેન્ટિલેટરમાં 14 જ વેન્ટિલેટર ખાલી છે. તેની સામે સરકારી ચોપડે ફક્ત 82 દર્દીઓ જ વેન્ટિલેટર પર છે. ICMRએ જણાવ્યું હતું કે, આ વખતનો શિયાળો કોરોનાના સંદર્ભમાં ઘણો જોખમી છે. અમદાવાદમાં ચારથી પાંચ હજાર ટેસ્ટ થતા હતા, ત્યારે 300 કરતા વધારે દર્દીઓ આવતા હતા. આજે હજારોની સંખ્યામાં ટેસ્ટ થાય છે, પરંતુ રેપિડ ટેસ્ટના આંકડાની નોંધ લેવાતી નથી. મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર અધિકારીઓના રવાડે ન ચડે અને પ્રજાને સાચી માહિતી આપે કે આટલા કેસ છે અને આટલા મોત થયા છે. વાસ્તવમાં અધિકારીઓને તો કશું નહી થાય, પરંતુ સરકારે પ્રજાની વચ્ચે જવું પડશે. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરકાર પોઝિટિવ કેસના આંકડા છુપાવી રહી છે અને તેની સાથે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પણ છુપાવી રહી છે.
કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ પણ સરકાર પર કર્યા પ્રહાર
કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ અધિકારીઓ આંકડાઓ છુપાવવા અંગેના સવાલ બાદ છટકબારી શોધી રહ્યા છે. તેમને જણાવ્યું હતુ કે, IAS રાજીવ ગુપ્તાને સવાલ કર્યો તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને બ્લોક કર્યા છે. અધિકારીઓ સવાલનો જવાબ આપવાને બદલે બ્લોક કરી રહ્યા છે. શું અધિકારીની પલાયનવૃતિ અમદાવાદના આંકડામાં કઈંક ખોટું થતું હોવાની ચાડી ખાય છે? સવાલ છુપાવી શકશો મોં નહીં. અધિકારી છો, જવાબ તો આપવો જ પડશે.