અમદાવાદ: અમદાવાદના વિરાટનગરમાં (Crime In Ahmedabad) બે દિવસ પહેલા થયેલી સામૂહિક હત્યાથી શહેરમાં હાંહાકાર મચી ગયો હતો. (Odhav Viratnagar murder case) આ કેસમાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી (mass murder case) ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેને આજે કોર્ટમાં રજૂ કરતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.
Odhav Viratnagar murder case: ઓઢવ વિરાટનગર સામુહિક હત્યા કેસમાં આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો: પોલીસ તપાસ બાદ આરોપી પાસેથી જાણવાં મળ્યું કે, વિનોદ મરાઠી તેના પત્ની સોનલને ઉત્તરાયણના દિવસે અન્ય યુવક નરેશ ઉર્ફે લાલાને ઈશારા કરતા જોઈ ગયો હતો અને ત્યાર બાદ એકબીજા સાથે વાત કરતા પણ જોઈ ગયો હતો, જે કારણે તેને તેની પત્નીની હત્યા કરી નાખી હતી.
આ પણ વાંચો:જમીન દલાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ
હત્યા કરી સુરત અને ઇન્દોર ગયો હતો:આરોપી પોતાની પત્ની, દીકરો,દીકરી,વડ સાસુની હત્યા કરીને સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં રોકાયો અને ત્યારબાદ ઇન્દોર ગયો હતો અને ત્યાંજ તેને પોતાના કપડાં બદલીને હોટલમાં સંતાડયા હોય તેવુ અનુમાન પોલીસ દ્વારા લાગવામાં આવ્યું છે.
હથિયાર મીનાવાડાથી ખરીદ્યું હતું: આરોપીએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોય તેવું ચોક્કસ લાગતા પોલીસ રિમાન્ડ માગ્યા હતા.પોલીસને તાપસ દરમિયાન માહિતી મળી હતી કે, આરોપી વિનોદે કઠલાલ તાલુકાના મીનાવાડાથી ખંજર(ચપ્પુ) લાવ્યો હતો અને તેને અમદાવાદના ઘીકાંટા કોઈ દુકાનમાં ઘસાવડાવ્યું હતું અને હત્યા કરી રિંગ રોડ પર ક્યાંક ફેંકી દીધું હતું જેની તાપસ ચાલુ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં ભાડુઆતે કરી મકાન માલિકની હત્યા, ભાડું આપવા બાબતે અવારનવાર થતી હતી બોલાચાલી
પોલીસે 10 દિવસના રિમાન્ડની માગણી કરી:અમદાવાદ પોલીસ દ્વારા કોર્ટમાં 10 દિવસ માંગણી કરતા જણાવ્યું હતું કે, તેને હત્યા કરી સુરત અને ઇન્દોરમાં જે હોટલમાં રોકાયો હતો, ત્યાં જઈને તપાસ કરવાની બાકી છે, આ હત્યા કરવામાં આવી તેની પાછળ કોઈની ચઢામણી હતી કે નહીં તેની તપાસ બાકી હોવાથી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પણ કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે.