ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો

અમદાવાદમાં સ્કૂલ ફી માફ કરવા NSUIની માગ છે. જેમાં 6 મહિનાની ફી માફ કરવાની માગણી છે. ખાનગી સ્કૂલો દ્વારા ફીની ઉઘરાણી કરવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં DEO શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યા બાદ NSUIના તમામ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી

સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો
સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો

By

Published : Jul 4, 2020, 4:37 PM IST

અમદાવાદઃ રાજકોટ પછી અમદાવાદમાં પણ સ્કૂલ ફી માફી અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં છ મહિનાની ફી માફ કરવા માટે NSUI માગ કરી રહ્યું છે અને DEO કચેરી ખાતે પ્રદર્શન કર્યા દેખાવ કર્યા.એનએસયુઆઈની માગ છે કે છ મહિનાની ફી માફ કરવામાં આવે. શાળાઓ અને ખાનગી શાળાઓ આવા સમયમાં પણ વિદ્યાર્થીઓ પાસેથી ફી માગી રહી છે. કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. જેમાં ધંધારોજગાર ઠપ છે. ત્યારે આવા સમયમાં પણ ખાનગી શાળાઓમાં ફીની ઉઘરાણી કરી રહી છે. જેનો વિરોધ કરી DEO અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો
જો.કે મહત્વની વાત છે કે જે રીતે સ્કૂલ સંચાલકોની એક બાદ એક દાદાગીરી જે સામે આવી રહી છે. તેને લઈ સરકાર કેમ ચૂપ છે તે એક મોટી બાબત છે. ત્યારે NSUIએ આગામી 48 કલાકમાં નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો DEO ઓફિસને તાળાબંધી અને DEO અધિકારીને કાળો રંગ પણ ચીમકી આપી છે.
સ્કૂલ ફી માફ કરવાની માગ સાથે NSUIનો વિરોધ, શિક્ષણ કચેરીએ કર્યા ઉગ્ર દેખાવો

ABOUT THE AUTHOR

...view details