ગુજરાત

gujarat

ETV Bharat / city

NSUI Protests: ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ - Opposition to the program by NSUI

ગુજરાત યુનિવર્સીટીમાં (NSUI protests In Gujarat University) ABVPના કાર્યક્રમમાં યુનિવર્સીટીના કર્મચારીઓ અને પ્રોફેસર હાજર રહ્યા હતા, જેને લઈને NSUIએ વિરોધ કર્યો (NSUI protest againts university staff and professors) હતો. NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સીટીમાં સુત્રોચાર અને નારા લગાવીને ABVPના કાર્યક્રમમાં હજાર રહેલા કર્મચાસરીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો, ઉપરાંત ઉપકુલપતિ આવતા NSUIએ (National Students Union of India) ભાજપના દલાલના નારા લગાવ્યા હતા.

ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ
ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ

By

Published : Dec 11, 2021, 2:18 PM IST

  • ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા વિરોધ
  • NSUIએ કુલપતિ, ઉપકુલપતિ વિરુદ્ધ નારા લગાવ્યા
  • Vc લોબીમાં રાજકીય પક્ષના દલાલ અને ABVPના દલાલના પોસ્ટર લગાવ્યા

અમદાવાદ: ગઈકાલે ABVPના સિંહ ગર્જના કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સીટીના (NSUI protests In Gujarat University) સેક્શન ઓફિસર વિમલ ઉપાધ્યાય અને અલગ અલગ વિભાગના પ્રોફેસરો હાજર રહ્યાં હતા.રાજકીય કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ હાજર રહેતાNSUIએ (National Students Union of India) ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ, ઉપકુલપતિ અને કર્મચારીઓનો વિરોધ (NSUI protest againts university staff and professors) કર્યો હતો. NSUI દ્વારા ABVPના (Akhil Bharatiya Vidyarthi Parishad) કાર્યક્રમમાં હાજર રહેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી.

NSUI Protests: ABVPના કાર્યક્રમમાં યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરો હાજર રહેતા NSUIનો વિરોધ

NSUIએ રાજકીય પક્ષના દલાલ અને ABVPના દલાલના પોસ્ટર લગાવ્યા

NSUIના વિરોધ દરમિયાન રજુઆત માટે ઉપકુલપતિ જગદીશ ભાવસાર આવ્યા હતા, ત્યારે જગદીશ ભાવસાર ભાજપના દલાલના નારા લાગ્યા હતા. નારા લાગતા જ જગદીશ ભાવસાર ત્યાંથી નીકળી ગયા હતા, જે બાદ પણ VC લોબીમાં NSUIએ વિરોધ ચાલુ જ રાખ્યો હતો. VC લોબીમાં NSUIએ રાજકીય પક્ષના દલાલ અને ABVPના દલાલના પોસ્ટર (Opposition to the program by NSUI ) લગાવ્યા છે.

કાર્યક્રમમાં હજાર રહેનાર કર્મચારી અને પ્રોફેસરોને સસ્પેન્ડ કરવાની માંગણી

NSUIના વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ (NSUI Welfare Member Sanjay Solanki) જણાવ્યું હતું કે, ABVPના કાર્યક્રમમાં હાજર રહેતા ગુજરાત યુનિવર્સીટીના કર્મચારીઓ અને પ્રોફેસરોના પગાર કમલમમાંથી આવે છે તો ABVP અને ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. કાર્યક્રમમાં હજાર રહેનાર તમામ કર્મચારી અને પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ પણ વાંચો:

જૂનાગઢમાં NSUIએ કુલપતિની કેબિનમાં હોબાળો કર્યો, વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નો નિવારવા કરી માગ

NSUI દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર સમક્ષ પ્રવેશ પક્રિયા મુદ્દે કરાઇ માગ

ABOUT THE AUTHOR

...view details