ગુજરાત

gujarat

ETV Bharat / city

ટયુશન ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતાં NSUI અને વાલીમંડળના સભ્યોની અટકાયત કરાઈ - ETVBharatGujarat

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટયુશન ફી વસૂલવા આ અંગે સ્વતંત્ર નિર્ણય લેવાનો આદેશ કર્યો છે ત્યારે આ મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપવા માટે આવેલા ગુજરાત વાલી એકતામંડળ અને એનએસયુઆઈના કાર્યકરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ટયુશન ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતાં NSUI અને વાલીમંડળના સભ્યોની અટકાયત કરાઈ
ટયુશન ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતાં NSUI અને વાલીમંડળના સભ્યોની અટકાયત કરાઈ

By

Published : Sep 25, 2020, 4:37 PM IST

અમદાવાદઃ ટ્યુશન ફી મુદ્દે શાળા સંચાલકો મનમાની કરી રહ્યાં હોવાનો ગુજરાત વાલીમંડળ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ એનએસયુઆઇ પણ મેદાનમાં ઉતરી છે અને તેમના કાર્યકર્તાઓ દ્વારા પણ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ કચેરી બહાર કરવામાં આવ્યો હતો. આવેદનપત્ર આપ્યા બાદ તમામ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ટયુશન ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતાં NSUI અને વાલીમંડળના સભ્યોની અટકાયત કરાઈ
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આજે વાલી મંડળની બેઠક યોજવામાં આવી હતી જેમાં સરકાર 25 ટકા ટ્યુશન ફી માફ કરવા તૈયાર થઈ છે ત્યારે વાલીમંડળ 50% ટ્યુશન ફી માફ કરવામાં આવે તેવી માગ પર અડગ છે. આ મુદ્દે મંગળવારે ફરી બેઠક યોજાશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ટયુશન ફી મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપતાં NSUI અને વાલીમંડળના સભ્યોની અટકાયત કરાઈ
કોરોના લૉકડાઉનથી વાલીઓ આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યાં છે અને આ સમયમાં ઓનલાઈન એજ્યુકેશન આપી ફી વસૂલવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે કોઈ પણ પ્રકારની ફી ન વસૂલવાનો નિર્દેશ કર્યો હતો. બાદમાં શાળા સંચાલકો દ્વારા કરવામાં આવેલી અરજી પર કોર્ટે ચૂકાદામાં મોડીફિકેશન કરતાં કહ્યું કે શાળા સંચાલકો ટ્યુશન ફી વસૂલી શકશે. જોકે કેટલી ટયુશન ફીએ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે એન.એસ.યુ.આઈ અમદાવાદના જનરલ સેક્રેટરી અર્થ અમીને જણાવ્યું હતું કે સરકાર અને શાળાની મિલીભગતથી વાલીઓને હેરાન કરવામાં આવી રહ્યાં છે. સરકાર તાત્કાલિક ધોરણે તમામ ટ્યુશનથી માફ કરે તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details