- શાળાઓ કરી રહી છે LC આપવામાં આનાકાની
- વિદ્યાર્થીઓને પડી રહી છે પ્રવેશ મેળવવામાં મુશ્કેલી
- RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો
અમદાવાદ: કોરોના કાળમાં માતા-પિતા બાળકોના મોંઘા ભણતરનો ભાર ઉપાડી શકતા નથી તેથી તેઓ ઓછી ફી વાળી સ્કુલો અથવા તો સરકારી શાળાઓ તરફ વળ્યા છે, પણ ખાનગી સ્કુલો એલસી આપવામાં મનમાની કરી રહી છે જેના કારણે વાલીઓને બીજી જગ્યાએ એડમિશન લેવામાં મુશ્કેલી પડી રહી છે. આ વાત DEOને ધ્યાને આવતા આ બાબાતે પગલા લીધા છે.
ફી બાકી હોવાના કારણે LC ના આપવામાં આવ્યું
સામાન્ય રીતે જૂની સ્કૂલમાંથી LC લઈને નવી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો હોય છે પરંતુ કેટલાક બાળકોની સ્કૂલોમાં ફી બાકી હોવાના કારણે કે અન્ય કારણોસર સ્કુલ પ્રસાશન વિદ્યાર્થીઓના LC આપતી નથી. જેના કારણે વાલીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. RTE એક્ટ મુજબ 14 વર્ષથી નીચેના બાળકને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક છે. DPS ઇસ્ટ બંધ થવાને કારણે સ્કૂલના પ્રાથમિક માધ્યમના 2 વિદ્યાર્થીઓને સ્કૂલે ફી ના મુદ્દે LC આપવામાં આવ્યું નહોતું. જેને લઈને વાલીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા શિક્ષણાધિકારી એ RTE એક્ટ હેઠળ જ અભ્યાસના હકને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને LC વિના નવી સ્કૂલમાં પ્રાથમિક માધ્યમમાં એડમિશન મેળવવામાં મદદ કરી હતી.