ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે અમદાવાદનો 1 જ વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમેન્ટ - અમદાવાદના તાજા સમાચાર

ગત ઘણા દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં હવે 1 જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલી છે. બાકીના તમામ ઝોનને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી દૂર કરાયા છે.

માઈક્રો કન્ટેન્ટમેન્ટ
માઈક્રો કન્ટેન્ટમેન્ટ

By

Published : Jun 1, 2021, 4:20 PM IST

  • શહેરમાં કોરોના સંક્રમણ ઘટ્યું
  • એક જ વિસ્તાર માઈક્રો કન્ટેન્ટમાં
  • અગાઉ 4 વિસ્તાર હતા

અમદાવાદઃ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મણિનગરની દેવાંગ સોસાયટી, ઘોડાસર વિસ્તારની સત્યપાઠ સોસાયટી અને વટવા ઓમ શાંતિ બંગલોઝને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેથી હવે શહેરમાં ફક્ત એક જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે.

માઈક્રો કન્ટેન્ટમેન્ટ

આ પણ વાંચોઃ અમદાવાદ: કોરોના કેસમાં થઈ રહ્યો છે સતત ઘટાડો

ડોર ટૂ ડોર સર્વેલન્સ અને ચેકિંગની કામગીરી થશે

કોરોનાના કેસ ઘટવાની સાથે અનેક વિસ્તારોમાં ડોર ટૂ ડોર સર્વેલન્સ અને ચેકિંગની કામગીરી આવતીકાલે બુધવારથી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકોના સેમ્પલ લઇ ટેસ્ટ પણ કરાશે.

આ પણ વાંચોઃ મનપાએ નવા 9 વિસ્તારોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ યાદીમાં શામેલ કર્યા

ABOUT THE AUTHOR

...view details