અમદાવાદપવિત્ર યાત્રાધામ પાવાગઢમાં દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે હવે મંદિર ટ્રસ્ટે (pavagadh temple trust) ભક્તો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે પાવાગઢમાં ભક્તો પણ ધજા ચડાવી (Flag hoist at pavagadh temple) શકશે. આ અંગે ભક્તોએ (Devotees crowd at pavagadh) અવારનવાર મંદિર ટ્રસ્ટને પૂછ્યું હતું. ત્યારે ટ્રસ્ટે ધજા ચડાવવા માગતા ભક્તો માટે હકારાત્મક નિર્ણય કર્યો છે.
ભક્તોની ભીડ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે સૌપ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીના શિખર પર પ્રથમ ધજા આરોહણ (PM Modi pavagadh news) કરી હતી. જ્યારથી મંદિર પરિસરને એકદમ નવું બનાવવામાં આવ્યું છે. ત્યારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તો માઈભક્તોએ ધજા અર્પણ કરવા માટે અવારનવાર મંદિર ટ્રસ્ટને પ્રશ્ન કર્યો હતો. તેવામાં હવે મંદિર ટ્રસ્ટે ભક્તોની (Devotees crowd at pavagadh) શ્રદ્ધાને માનમાં રાખીને આ નિર્ણય લીધો છે. એટલે કે ભક્તો હવે પ્રથમ નવરાત્રિથી (navratri festival) (26 સપ્ટેમ્બર) મંદિર શિખર પર ધજા અર્પણ કરી શકશે.
મંદિર ટ્રસ્ટે ધજા અર્પણ માટે જાહેર કરેલા નિયમો અને ભેટ11 ફૂટની ધજા માટે 3,100 રૂપિયાની દક્ષિણા, 21ની ફૂટની ધજા માટે 4,100 રૂપિયા દક્ષિણા, 31 ફૂટની ધજા માટે 5,100 રૂપિયા દક્ષિણા, 41 ફૂટની ધજા માટે 6,100 રૂપિયા દક્ષિણા અને 51 ફૂટની ધજા માટે 11, 000 રૂપિયા દક્ષિણા નક્કી કરવામાં (Flag hoist at pavagadh temple) આવી છે. આ કિંમતમાં ધજાની કિંમત સામેલ છે તથા મંદિરના પૂજારી દ્વારા પૂજા કરાવવામાં આવશે. તેમ જ મંદિર ટ્રસ્ટ દ્વારા ધજા ચડાવી (Devotees crowd at pavagadh) આપવામાં આવશે તેમ જ પ્રસાદ પણ સામેલ છે.
દરરોજ 5 ધજા ચડાવાશે અહીં દરરોજની વધુમાં વધુ 5 ધજા ચડાવવામાં આવશે તેમ જ એક ધજા સંસ્થાના પ્રમુખના નિર્ણય ઉપર ચડાવવામાં (Flag hoist at pavagadh temple) આવશે. સાથે જ ધજા ચડાવનારા યજમાનને ધજાનું પૂજન અને ધૂપ આરતી મંદિરના પૂજારી દ્વારા કરાવવામાં આવશે. જે યજમાન પોતાની ધજા પરત લઈ જવા માગતા હોય તો તેને પ્રસાદ સાથે કુરિયર દ્વારા મોકલી (facility at pavagadh) આપવામાં આવશે.
ધજામાં જયશ્રી કાલિકા માતાજીનું લખાણ હશેમંદિર ઉપર ચઢાવેલી ધજા કોઈ માઈભક્ત પોતાના ગામના મંદિર માટે માગશે. તો તેને યોગ્ય સાઈઝની ધજા યોગ્ય દક્ષિણા લઈને આપવામાં આવશે. તો ધજાનું કાપડ અને રંગ લાલ રહેશે. તેમ જ તેની ઉપર જયશ્રી કાલિકા માતાજીનું લખાણ (Pavagadh Hill Kalika Mata Temple) રહેશે. જ્યારે 51 ગજની ધજા ચડાવવાની કિંમત ચર્ચા કરીને નિર્ણય (pavagadh temple trust) કરવામાં આવશે.
સૌપ્રથમ વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતાજીના શિખર પર પ્રથમ ધજા આરોહણ કરી હતી માસાહાર ન કર્યો હોવો જોઈએ ધજા ચડાવવાની વ્યવસ્થા મંદિર સ્ટાફ (pavagadh temple trust) દ્વારા જ કરવામાં આવશે. કોઈ વ્યક્તિને શિખર ઉપર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તો ધજા ચડાવનારા યજમાને સાત દિવસ સુધી માસાહાર ન કર્યો હોવો જોઈએ એવી ખાતરી તેણે મેનેજરને આપવાની રહેશે. (ખાતરી આપ્યા પછી જ ધજા ચઢાવવા દેવામાં આવશે). પગપાળા સંઘના (pavagadh pagpala sangh ) લોકોએ પણ ધજા મંદિરમાંથી જ લેવાની રહેશે.
રજિસ્ટ્રેશન કરાવવું પડશે વિશેષ ધાર્મિક દિવસો દરમિયાન ધજા ચડાવનારા વ્યક્તિઓની સંખ્યા વધારે રહેશે તે સમજી તેનું રજિસ્ટ્રેશન અગાઉથી મંદિર કરશે. તો દરેક નવરાત્રિની (navratri festival) આઠમ મંદિર ઉપર ફક્ત એક જ ધજા રહેશે અને તે મંદિર ટ્રસ્ટની તેમ જ દેવ દિવાળીના દિવસે પણ મંદિર ટ્રસ્ટની જ ધજા પૂરો સમય રહશે. આ અંગેની વિગત મંદિર ટ્રસ્ટના (pavagadh temple trust) મંત્રી અશોક પંડ્યાએ આપી હતી.