ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાનો લેવાયો નિર્ણય - ઈંડાની લારી હટાવાનો લેવાયો નિર્ણય

જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની (NONVAGE BAN) રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય રાજ્યમાં જાણે જંગલની આગ બની ચુક્યો છે. એક પછી એક મહાનગરમાં ઇંડા અને નોનવેજની લારીઓ (egg lari will be removed) પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગરો બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં (public roads) નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.

NONVAGE BAN
NONVAGE BAN

By

Published : Nov 15, 2021, 5:40 PM IST

Updated : Nov 16, 2021, 1:05 PM IST

  • ટાઉન પ્લાનિંગ કમિટીનો નિર્ણય
  • જાહેર રસ્તા પરથી તમામ ઈંડાની લારી હટાવાશે
  • ટ્રાફિકને નડતર તમામ લારીઓ હટાવાશે
  • આજથી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે

અમદાવાદ: સોમવારે અમદાવાદ શહેરની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠક (Town Planning Committee Meeting) મળી હતી. જેમાં બદલાયેલા નિયમ મુજબ જાહેરમાં નોનવેજ ઢાંકીને વેચવું પડશે. હાલમાં નોનવેજ અને આમલેટની લારી બંધ નહિ કરાવાય પરંતુ જાહેરમાં (public roads) નોનવેજ વેચતા લારી ધારકોને કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. તેઓ હવે નોનવેજ (NONVAGE BAN) ઢાંકીને વેચી શકશે. આ ઉપરાંત જાહેર માર્ગમાં લારી નહી લગાવી શકે. લારી પર વેચાતી ખાદ્ય સામગ્રી પર હાઇજેનિક સ્થિતિ જાળવવી પડશે. મહાનગરમાં અધિકારીઓ રોડ રસ્તા પર લાગતી લારીઓનું સર્વે કરશે. મેયરની અધ્યક્ષતામાં બેઠક કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે. જાહેર માર્ગ પર રહેલી લારીઓ પણ ટૂંક સમયમાં હટાવી દેવા આદેશ કરવામાં આવ્યો છે.

હવે અમદાવાદમાં પણ જાહેર રસ્તા પરથી તમામ નોનવેજ અને ઈંડાની લારી હટાવાશે

નોનવેજ અને ઈંડાની લારીઓ હટાવવા મુદ્દે રાજકારણ ગરમાયુ

કોર્પોરેશન દ્વારા પ્લાનિંગ પણ કરવામાં આવી રહ્યું છે. નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા (egg lari will be removed) અંગે હાલ તો ગુજરાતમાં રાજનીતિ પણ ગરમાઇ ચુકી છે. અનેક નેતાઓ આ અંગે નિવેદનો પણ આપી ચુક્યા છે. નાગરિકે શું ખાવું શું નહી તેનો નિર્ણય સરકાર કઇ રીતે કરી શકે ? વગેરે જેવા મુદ્દાઓ પર નિષ્ણાંતોમાં પણ મતમતાંતર જોવા મળી રહ્યું છે. ગુજરાતનાં તમામ મોટા શહેરોમાં જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લગાવાઇ રહ્યો છે તે વાસ્તવિકતા છે. એક પછી એક પાલિકાઓ અને મહાનગરપાલિકાઓ ધડાધડ આ નિર્ણયને લાગુ પણ કરી રહી છે.

હવે અમદાવાદમાં પણ જાહેર રસ્તા પરથી તમામ નોનવેજ અને ઈંડાની લારી હટાવાશે

આ પણ વાંચો:નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધ મૂકવાના મુદ્દાઓ લાવી ભાજપ મોંઘવારી અને બેરોજગારીથી ધ્યાન ભટકાવી રહ્યું છે: કોંગ્રેસ

આ પણ વાંચો:રાજકોટમાં શિવરાત્રીના દિવસે નોનવેજનું વેચાણ કરતા વેપારી સામે પોલીસ ફરિયાદ

Last Updated : Nov 16, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details